આર્ટ ઓફ લીવિંગ – પરિવાર અમરેલી દ્વારા શ્રી શ્રી રવિશંકરનાં જન્મદિન નિમિત્તે ૧૩ મેના રોજ એફટીસી હોલ અમરેલી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગ્લોબલ પાન ઇન્ડિયા હેપીનેસ પ્રોગ્રામની તારીખ ૮ થી ૧૨ સુધી સવાર અને સાંજ શિબિર રાખવામાં આવેલ. એફટીસી હોલમાં ટીમ દ્વારા આખો દિવસ ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ગુરુદેવના અવાજમાં લોંગ સુદર્શન ક્રિયા, બપોરે રાજકમલ ચોક ખાતે શરબત સેવા પ્રોજેક્ટ અંતર્ગત દુકાને દુકાને ફરી શરબતનું વિતરણ કર્યું હતું અને સાંજે મહિલા વિકાસ ગૃહ કેરિયા રોડ, અમરેલી ખાતે બાળકોને ભોજનની સેવા કરી હતી. આ દિવસે સ્થાનિક અને જિલ્લામાંથી બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કેક કાપી હતી.