સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલની ગાંધીનગર આરોગ્ય વિભાગના નાયબ નિયામક અને અમરેલી જિલ્લાના લાઈઝનિંગ ઓફિસર ડો.હસમુખ ચૌધરી તથા અમરેલી જિલ્લાના RCHO ડો.સાલ્વીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. અધિક્ષક ડો.ક્રિષ્નાબેન હરીયાણી, ડો.વિવેક તરસરીયા, ડો.સમીર સવટ, સમાબેન પઠાણ તેમજ નીતિન જેઠવા દ્વારા હોસ્પિટલનો રાઉન્ડ લઈને તેની સુવિધા તેમજ ડોક્ટર તથા સ્ટાફની કામગીરી જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ખૂટતું મહેકમ અને સુવિધાઓ વધારવા માટેની માહિતી મેળવી ગાંધીનગર ખાતે મંજૂર કરવા આશ્વાસન આપ્યું હતું.