ઇન્ડિયનપ્રીમિયર લીગની ૧૯મી સીઝનની શરૂઆત શાનદાર રહી, પ્રથમ મેચડીફેન્ડીંગ ચેમ્પીયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ. આરસીબીએ આ મેચ માત્ર એકતરફી રીતે જીતી નહીં પરંતુ અન્ય ટીમોને પણ સંદેશ આપ્યો કે તેઓ આ વખતે તેમના ટાઇટલનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. પહેલી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે આરસીબીને ૨૦૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે તેમણે ૧૫.૪ ઓવરમાં માત્ર ૪ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ સાથે, આરસીબીએ પણ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી.
આઇપીએલમાં ૨૦૦ કે તેથી વધુના લક્ષ્યાંકનો પીછો કરવાનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રેકોર્ડ મજબૂત નથી. તેથી, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચમાં તેમને ૨૦૨ રનનો લક્ષ્યાંક આપ્યો, ત્યારે તે ચોક્કસપણે થોડું મુશ્કેલ લાગતું હતું. જાકે, વિરાટ કોહલીના શાનદાર અણનમ ૬૯ અને દેવદત્ત પડિકલના શાનદાર ૬૧ રનથી લક્ષ્યાંક એકદમ સરળ દેખાતો હતો, અને આરસીબીએ ૨૬ બોલ પહેલા મેચ જીતી લીધી હતી. આ સાથે, આરસીબીએ પહેલીવાર આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૨૦૦ કે તેથી વધુ રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો છે. હૈદરાબાદે અગાઉ આઇપીએલ માં બે વાર તેમને ૨૦૦ થી વધુના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો, પરંતુ આરસીબી બંને મેચ હારી ગઈ હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરસીબીની જીત સાથે, તેઓ ૧૬ વર્ષની રાહ જાયા પછી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૨૦૦ થી વધુના લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહ્યા. આરસીબીએ છેલ્લે ૨૦૧૦ માં પંજાબ કિંગ્સ સામે આ મેદાન પર ૨૦૪ રનનો પીછો કર્યો હતો.આઇપીએલના ઇતિહાસમાં આ ચોથી વખત છે જ્યારે આરસીબીએ ૨૦૦ કે તેથી વધુના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો છે.













































