રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના ધોરણોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. લોન મંજૂરી અને ચુકવણીના સમયપત્રકમાં એકરૂપતા લાવવા માટે પાકની મોસમની વ્યાખ્યા પ્રમાણિત કરવામાં આવી છે.આરબીઆઇ (વાણિજયક બેંકો -કેસીસી યોજના) દિશાનિર્દેશો ૨૦૨૬ આવતા વર્ષે જાન્યુઆરીથી અમલમાં આવશે. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે કેસીસી યોજના હેઠળ બેંકિંગ સિસ્ટમમાંથી પર્યાપ્ત અને સમયસર ક્રેડિટ સપોર્ટની સુવિધા માટે આ સૂચનાઓ જારી કરવામાં આવી રહી છે.
ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ધોરણોમાં આ ફેરફારનો ઉદ્દેશ્ય કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલા દેવાદારોની કાર્યકારી મૂડી અને રોકાણ ધિરાણ જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. પાક મોસમની વ્યાખ્યા આવક ઓળખ અને સંપત્તિ વર્ગીકરણ નિયમો સાથે સુસંગત બનાવવા માટે સુધારવામાં આવી છે. સૂચનાઓ અનુસાર, કેસીસી યોજનાના હેતુઓ માટે, પાક મોસમ ટૂંકા ગાળાના પાક માટે ૧૨ મહિના અને લાંબા ગાળાના પાક માટે ૧૮ મહિના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે.” પાક મોસમ વાવણીથી પાકની લણણી અને માર્કેટિંગ સુધીના સમયગાળાનો ઉલ્લેખ કરે છે.
કેન્દ્રીય બેંકે ફેબ્રુઆરીમાં સુધારેલી યોજના પર ડ્રાફ્ટ સૂચનાઓ જારી કરી હતી, જેમાં જાહેર જનતા અને હિસ્સેદારો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા.આરબીઆઇએ અસુરક્ષિત લોન માટે મર્યાદા વધારવાના સૂચનોને નકારી કાઢ્યા હતા, એમ કહીને કે મર્યાદા ડિસેમ્બર ૨૦૨૪ માં પહેલાથી જ વધારવામાં આવી હતી અને હાલમાં તેને વધુ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. જાકે, ૨ લાખ સુધીની કૃષિ લોન માટે સ્વેચ્છાએ સોનું કે ચાંદી ગીરવે મૂકવાને કૃષિ ક્ષેત્રમાં અસુરક્ષિત લોન માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણવામાં આવશે નહીં.
ભારત સરકારે ખેડૂતોને સુવિધા આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, ખેડૂતોને કૃષિ, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સસ્તા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ, ખેડૂતોને ચોક્કસ મર્યાદા સુધીની લોન માટે કોઈપણ મિલકત ગીરવે મૂકવાની જરૂર નથી.