કેન્દ્ર સરકાર દ્વારા સરહદની અંદર ૩૫ કિલોમીટરની જગ્યાએ ૫૦ કિલોમીટરના વિસ્તારમાં બીએસએફને કાર્યવાહી કરવાના અપાયેલા અધિકાર સામે પંજોબ વિધાનસભામાં આજે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.જેમાં તમામ પાર્ટીઓ જોડાઈ હતી.
તમામ રાજકીય પક્ષોએ માંગ કરી છે કે, વહેલી તકે આ આદેશને પાછો ખેંચવામાં આવે.દરમિયાન પંજોબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્નીએ કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને સરકારે રાજ્યોના અધિકારનો ભંગ કર્યો છે અને અકાલી દળ પણ આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો ત્યારે ચૂપ રહ્યુ હતુ.
ચન્નીએ કહ્યુ હતુ કે, આરએસએસ અને ભાજપને પંજોબમાં કોઈ ઘૂસવા દેતુ નહોતુ પણ અકાલી દળના નેતાઓ તેમને પંજોબમાં લઈ આવ્યા હતા.આરએસએસ પંજોબનુ દુશ્મન છે.
દરમિયાન વિધાનસભામાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને કહેવાયુ હતુ કે, ખેતીવાડી એ રાજ્યનો વિષય છે અને તેમાં કેન્દ્ર સરકાર દખલ કરી શકે નહી.