છેલ્લા દિવસોમાં લખનૌ, ઉન્નાવ સહીત દેશના ૬ શહેરોમાં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની
ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી PFના સક્રિય સદસ્યએ આપી હતી. તમિલનાડુથી ધરપકડ કરવામાં આવેલા આરોપીની પૂછપરછ દરમિયાન એટીએસને જાણવા મળ્યું છે કે, ધમકી આપનાર વ્યક્તિ રાજ મોહમ્મદ પહેલા પીએફઆઇ અને હવે એસડીપીઆઇનો સક્રિય સદસ્ય છે. ૭ જૂનના રોજ તમિલનાડુના પુડ્ડુકોટ્ટાઈ વિસ્તારથી ધરપકડ કરવામાં આવેલ રાજ મોહમ્મદ ૨૦૧૮થી ૨૦૨૧ વચ્ચે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે પીએફઆઇ અને પછી એસડીપીઆઇ એટલે કે, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાનો સક્રિય સદસ્ય છે.
રાજ મોહમ્મદએ યુપીના ૨ અને કર્ણાટકના ૪ સ્થળો પર સ્થિત RSSની ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે લખનૌના અલીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી FIR બાદ યુપી ATSએ રાજ મોહમ્મદની તમિલનાડુથી ધરપકડ કરી હતી. યુપી ATSએ ૭ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન રાજ મોહમ્મદની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, રાજ મોહમ્મદ પીએફઆઇમાં હાર્ડકોર મેમ્બર રહી ચૂક્યો છે. રાજ મોહમ્મદ છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે, એસડીપીઆઇ માટે કામ કરી રહ્યો છે. યુપી એટીએસએ રાજ મોહમ્મદને ૨૦૨૧થી અત્યાર સુધીની ગતિવિધિઓને લઈને સવાલ કર્યો તો રાજ મોહમ્મદે ૨૦૨૧ બાદની પોતાની ગતિવિધિ પર મૌન રહ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ મોહમ્મદ પીએફઆઇના મોટા લોકોના સંપર્કમાં હતો. રાજ મોહમ્મદના મોબાઈલને ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યો હતો. ડેટા એક્સટ્રેક્શન કાઢવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, આરએસએસ ઓફિસોને બોમ્બથી ઉડાવાની ધમકીનો પહેલો મેસેજ તમિલનાડુમાં વોઈસ રેકોર્ડિંગ દ્વારા લખવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મેસેજને હિન્દી અને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી RSSના લોકોને વોટ્‌સએપ પર મોકલવામાં આવ્યો છે. હાલમાં ૭ દિવસની પૂછપરછ બાદ રાજ મોહમ્મદને એટીએસએ જેલમાં મોકલ્યો છે.એટીએસએ રાજ મોહમ્મદની મેલ આઈડી અને સોશિયલ મીડિયા એકાઉન્ટની ડિટેલ પણ માંગી છે.