સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બાપુનગરમાં બેલેટ પેપરથી મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાનો દાવો કરતા કોંગ્રેસે હોમગાર્ડમાં આરએસએસ અને ભાજપના રાજકીય હોદેદારો ફરજ બજાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.એસઆઇઆરની પ્રક્રિયા બાદ પણ અમદાવાદ, સુરત સહિત સમગ્ર રાજ્યમાં અનેક ડુપ્લીકેટ મતદારો જાવા મળ્યા હોવાનો દાવો કરતા કોંગ્રેસે અમદાવાદ સહિત રાજ્યમાં કેટલા ડુપ્લીકેટ મતદારો છે તેની તપાસ કરાવવા માગ કરી છે.
પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં મનપા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો માટે બાપુનગરમાં બેલેટ પેપરથી મતદાનમાં કોઈપણ સુરક્ષા વિના ખુલ્લા કવરમાં જાવા મળ્યા હતા. મતદાન મથક પર એકપણ ચૂંટણી અધિકારી હાજર નહીં હોવાનું ત્રણ હોમગાર્ડના જવાનોએ સ્વીકાર્યું છે. એક હોમગાર્ડ ૪૦થી ૫૦ બેલેટ પર સિક્કા મારતા જાવા મળ્યા હતા. ખુલ્લા કવરમાં ૧૫૦થી વધુ બેલેટ પેપર વીડિયોમાં દેખાય છે. સમગ્ર ગેરરીતિ સાંજે ૭ વાગે થતી હતી ત્યારે પોલીસ હાજર નહોતી. બાપુનગરના કોંગી ઉમેદવાર નાગજી દેસાઈએ પોલીસ બોલાવી ગેરરીતિ બતાવી હતી. ગેરરીતિ પકડાયાના અંદાજે ૪૦ કલાક થયા હજુ સુધી પણ ચૂંટણીપંચ કે પોલીસે કોઈ નિવેદન આપ્યું નથી, જે દર્શાવે છે કે વોટ ચોરી થઈ છે. હોમગાર્ડનાં હાલ મુખ્ય કમાન્ડન્ટ સ્નેહલ પટેલ છે, જે ભાજપના પૂર્વ મહામંત્રી છે એના ઈશારે આ થયું હોવાની લોકચર્ચા છે.
ચૂંટણીલક્ષી મતદાનનું મતદાન કરવાનું સાહિત્ય અહીંયા કયારે આવ્યું અને ખોટી રીતે સિક્કા મારવા માટે ચૂંટણીપંચના ક્્યાં અધિકારી આપી ગયા હતા? આ તમામ સવાલોનો જવાબ ગુજરાતની જનતા જાણવા માગે છે. આ ગંભીર બાબતે કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. દરમિયાન અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું છે કે, મતદાર યાદી ચકાસણી, શુદ્ધિકરણ બાદ પણ મોટાપાયે ગરબડ જાવા મળી છે. જીંઇ પ્રક્રિયા થઈ છતાં અમદાવાદનાં વટવા વોર્ડમાં અને સુરતમાં ડુપ્લીકેટ મતદારો જાવા મળ્યા છે. એક જ યાદીમાં અલગ અલગ બૂથમાં એક જ વ્યક્તિના નામ અનેક વાર છે. અમદાવાદમાં કેટલા ખોટા મતદારો છે તેની સંપૂર્ણ તપાસ કરવા માગ કરી છે.






































