આરએસએસ સૌરાષ્ટ્ર/ ગુજરાત પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગ અમરેલી ખાતે વિદ્યાસભા સ્કૂલમાં ચાલી રહ્યો છે. તા. ર૮મી મે એટલે કે આવતી કાલે આ વર્ગ સંપન્ન થનાર છે. રાષ્ટ્ર કાર્ય માટે પ્રશિક્ષિત કાર્યકર્તા તૈયાર કરવા માટેના સંઘના દ્વિતિય વર્ષ સંઘ શિક્ષા વર્ગનો સાર્વજનિક સમારોહ કાર્યક્રમ આવતી કાલે સાંજે ૬ઃ૧પ કલાકે વિદ્યાસભા સ્કૂલ ખાતે યોજાનાર છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે માયાભાઇ આહિર ઉપસ્થિત રહેશે. મુખ્ય વક્તા તરીકે મહેશભાઇ ઓઝાનું બૌધિક રાખવામાં આવેલ છે. શિક્ષાર્થીઓ દ્વારા જાહેર સમારોહ કાર્યક્રમમાં નિદર્શન કરવામાં આવશે. સાર્વજનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમાજના તમામ વર્ગને નિમંત્રણ પાઠવાયું છે.