રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા અમરેલી નગર દ્વારા વિજ્યાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે બપોરે અમરેલી નગરના જુદા જુદા રૂટ પર પથ સંચલન કરવામાં આવશે. જેમાં ફોરવર્ડ સ્કૂલથી ૪ઃ૩૦ કલાકે પ્રસ્થાન કરાશે ત્યાર બાદ સેન્ટર પોઇન્ટ ૪ઃ૩૩ કલાકે, મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ ૪ઃ૩૭ કલાકે, નાગનાથ ચોક ૪ઃ૩૯ કલાકે, સંઘ કાર્યાલય ૪ઃ૪૧ કલાકે, કાશ્મીરા ચોક ૪ઃ૪૩ કલાકે, ટાવર ૪ઃ૪૫ કલાકે, રાજકમલ ચોક ૪ઃ૪૯ કલાકે, પટેલ દોરડા ભંડાર કોર્નર ૪ઃ૫૧ કલાકે, માર્કેટિંગ યાર્ડ ૪ઃ૫૨ કલાકે, જિલ્લા પંચાયત રોડ ૪ઃ૫૩ કલાકે, નાગનાથ ચોક ૪ઃ૫૫ કલાકે, મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ૪ઃ૫૭ કલાકે, સેન્ટર પોઇન્ટ ૦૫ઃ૦૦ કલાકે, ફોરવર્ડ સ્કૂલ સુધી વિવિધ રસ્તાઓ પર સંચલન કરવામાં આવશે