અમરેલી તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ગોખરવાળા દ્વારા મચ્છરના ઉપદ્રવ સામે જરૂરી દવાનો છંટકાવ કરાયો હતો. મચ્છરને કારણે રોગચાળો માથું ઊંચકે તે પહેલા જ વાંકિયા પીએચસી દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ચાંદગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકિયાનાં મેડિકલ ઓફિસર ડો. પલ્લવી ઠુંમર, ડો. કિરણબેન શેલડીયા તેમજ આરોગ્ય સ્ટાફના માર્ગદર્શન નીચે મચ્છર વિરોધી દવાનો છટકાવ કરવાની કામગીરી હાથ ભરવામાં આવી હતી. આગામી દિવસોમાં જ્યાં પણ જરૂરિયાત જણાશે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે જેથી મચ્છરજન્ય રોગચાળા પર કાબુ મેળવી શકાય.