સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ ખાસ્સા સમયથી ચર્ચામાં છે. એમાંય સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ આ ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલ સામે આવ્યા ત્યારથી જ ગોસિપની ગલીઓમાં ગણગણાટ વધી ગયો છે. ક્યારેક સલમાન અને આયુષ વચ્ચેના સંબંધ વણસ્યા હોવાની વાત સામે આવી તો તો ત્યારેક ફિલ્મના ડાયરેક્ટર ફરહાદ સામજી અંગેની વાતો ચર્ચાઈ. આ ફિલ્મની જોહેરાત થઈ ત્યારથી જ કેટલાય ઉતાર-ચઢાવનો સામનો કરી ચૂકી છે. ક્રિતી સેનનને સલમાન ખાન સામે લીડ રોલમાં લેવામાં પરંતુ જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ પ્રોજેક્ટમાંથી પાછળ ખસવાનું શરૂ કર્યું ત્યારે ચર્ચાનો માહોલ ગરમ થયો. જે બાદ સલમાન ખાને પ્રોડક્શનની જવાબદારી પોતાના માથે લઈ લીધી. જોકે, આંતરિક વર્તુળોનું માનીએ તો, સાજિદ નડિયાદવાલાનું નામ હજી પણ ફિલ્મની ક્રેડિટમાં હોઈ શકે છે. જે બાદ ગત સપ્તાહે જ અહેવાલ આવ્યા હતા કે ક્રિએટિવ બાબતે મતભેદો થતાં આયુષ શર્માએ કભી ઈદ કભી દિવાળી’ છોડી દીધી છે. પરંતુ આખરે એવો કયો વાંધો પડ્યો કે સલમાન પણ પોતાના બનેવીને ફિલ્મમાં રોકી ના શક્યો? એક્સક્લુઝિવ માહિતી અનુસાર, આયુષ શર્મા ફિલ્મમાં પોતાના ડાયલોગ વધારે હોય તેવું ઈચ્છતો હતો. આયુષ માત્ર સ્ક્રીન પર દેખાઈને ખુશ નહોતો તેને વધુ ડાયલોગ્સ મળે તેવી ઈચ્છા હતી. દેખીતી રીતે જ આયુષને લાગ્યું કે, ફિલ્મ અંતિમઃ ધ ફાઈનલ ટ‰થ’માં દર્શકોને તેનું ગ્રે કેરેક્ટર પસંદ આવ્યું હતું, એવામાં કભી ઈદ કભી દિવાળી’માં તેનો રોલ મળેલી પ્રસિદ્ધિને ન્યાય નહીં કરી શકે. જણાવી દઈએ કે, કભી ઈદ કભી દિવાળી’માં આયુષ સલમાન ખાનના ભાઈના રોલમાં હતો. કભી ઈદ કભી દિવાળી’માં સલમાન ખાનના પાત્રના બે ભાઈઓ બતાવવામાં આવશે. જેમાંથી એક ભાઈનો રોલ એક્ટર ઝહિર ઈકબાલ કરવાનો હતો. જોકે, ઝહિર ઈકબાલે ફિલ્મ કેમ છોડી તેની ચોક્કસ માહિતી હજી સુધી મળી નથી. આયુષે સલમાન અને ફરહાદ બંને સાથે વાત કરી હતી. પરંતુ ફરહાદનું કહેવું હતું કે, કભી ઈદ કભી દિવાળી’ ભલે સાઉથની ફિલ્મ ‘વીરમ’ની રિમેક ના બને પરંતુ તેનાથી પ્રેરિત રહેવી જોઈએ. માટે તેઓ ઓરિજિનલ વાર્તાને વળગી રહીને વધુ ફેરફારો નહોતા કરવા માગતા. શું આ ફિલ્મમાંથી બહાર થયા પછી આયુષ અને સલમાન ખાન વચ્ચેના સંબંધો સુમેળભર્યા છે? તો જવાબ છે હા. આયુષ શર્માએ ફિલ્મ ખુલ્લા દિલથી છોડી છે અને સલમાન સાથે તેના સંબંધોમાં સહેજ પણ ખટાશ નથી આવી. થોડા દિવસ પહેલા જ કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બંને સાથે પણ જોવા મળ્યા હતા.’