(એ.આર.એલ),ન્યુયોર્ક,તા.૧૭
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ૩૬મી મેચમાં રવિવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આયરલેન્ડનો સામનો થયો હતો અને આ મેચમાં પાકિસ્તાને આયર્લેન્ડને ૩ વિકેટે હરાવ્યું હતું. તેની સામે આયર્લેન્ડને ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતવાની તક મળી નથી. શાહીન શાહ આફ્રિદીને તેની શાનદાર બોલિંગ અને બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની મેચ અમેરિકા સામેની હારથી શરૂ કરનાર પાકિસ્તાનનો અંત આયર્લેન્ડ સામેની જીત સાથે થયો. આયર્લેન્ડે ૧૦૬ રન બનાવ્યા હતા અને તેની સામે પાકિસ્તાને ૩ વિકેટે આયર્લેન્ડને હરાવ્યું હતું.
જાણીતું છે કે પાકિસ્તાન અને આયર્લેન્ડ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા, એટલા માટે આ જીત હારથી ટી ૨૦ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં કોઈ ફરક નહીં પડે. જા કે આ મેચ જીતીને પાકિસ્તાની ટીમે ભારતીય ટીમના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.પાકિસ્તાની ટીમ ટી ૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે બીજા સ્થાને પહોંચી ગઈ છે અને પાકિસ્તાની ટીમે આયર્લેન્ડ સામેની મેચ જીતીને આ સિદ્ધિ મેળવી છે. સાથે જ પાકિસ્તાની ટીમે ભારતીય ટીમની બરાબરી કરી લીધી છે. આંકડાની વાત કરીએ તો ટી ૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ ૩૦-૩૦ મેચ જીતી છે. સાથે જ શ્રીલંકાની ટીમ ૩૧ મેચ જીતીને નંબર ૧ પર છે.