ગુજરાત ભાજપના ટોચના આગેવાનોની બે દિવસીય ચિંતન બેઠક અમદાવાદ પાસે યોજોયેલ છે જેમં દિલ્હીના નેતાઓની હાજરીમાં પ્રદેશ નેતાઓ ચૂંટણી જીતવાની રણનીતિ ઘડી રહ્યા ચૂંટણી જીતવાની રણનીતિ ઘડી રહ્યા છે.
કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાતો વધારી દીધી છે. આમ આદમી પાર્ટી મહેનત કરે છે તેને અગવણી ન શકાય તેવો સૂર બેઠકમાં વ્?યકત થયાનું જોણવા મળે છે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સક્રીયતા ક્ષમતા, રાજયની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સરકાર માટે અને પાર્ટી માટે અનુકુળ તથા પ્રતિકુળ પાસા, ટીકીટ માટે કાર્યકરોની અપેક્ષા વગેરે મુદે ચર્ચા થયાનું બહાર આવેલ છે. સૂચનોના આધારે નકકી થયેલા કાર્યક્રમોની સાંજે જોહેરાત થવાની સંભાવના છે.
ચિંતન બેઠકમાં અમિતભાઇ શાહ, ભૂપેન્દ્ર યાદવ, બી.એલ.સંતોષ, ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ, સુરેન્દ્રભાઇ પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, શંકર ચૌકરી, રજનીકાંત પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, રત્નાકર, વિનોદ ચાવડા, આર.સી.ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં, રંજનબેન ભટ્ટ, ભારતીબેન શિયાળ, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ સહિત પ૦ જેટલા આગેવાનો ભાગ લીધો છે