આમ આદમી પાર્ટીએ ગોવા અંગે એક મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. આપ રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.કેજરીવાલે કહ્યું, “કોઈ પણ સંજાગોમાં કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન નહીં થાય. કોંગ્રેસે ગોવાના લોકો સાથે સૌથી વધુ દગો કર્યો છે. ૨૦૧૭ થી ૨૦૧૯ ની વચ્ચે, ૧૩ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાડાયા, અને ૨૦૨૨ માં, ૧૦ વધુ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાડાશે. શું તેઓ અમને ખાતરી આપી શકે છે કે જીત્યા પછી કોઈ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જાડાશે નહીં? કોંગ્રેસ તેના ધારાસભ્યો મોટા પ્રમાણમાં ભાજપને સપ્લાય કરે છે.”કેજરીવાલે મામ વિધાનસભા મતવિસ્તારમાં સ્થાનિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકારને ઉથલાવી પાડવાની હાકલ કરી. કેજરીવાલે કહ્યું, “ભાજપ અને કોંગ્રેસ એક જ સડેલી વ્યવસ્થાનો ભાગ છે; આ વ્યવસ્થાને જડમૂળથી ઉખેડી નાખવી જાઈએ. આજે, આખું ગોવા ફક્ત ૧૩-૧૪ પરિવારો દ્વારા નિયંત્રિત છે. ગોવાના સંસાધનો પર ફક્ત ગોવાના લોકોનો જ અધિકાર હોવો જાઈએ.”કેજરીવાલે કહ્યું, “આજની સભામાં એકત્ર થયેલી ભીડ દર્શાવે છે કે ગોવામાં પરિવર્તન આવી રહ્યું છે. ગોવામાં અમારા બધા કાર્યકરો ભાજપની ગુંડાગીરીનો સામનો કરવામાં તેમની હિંમત બદલ અભિનંદનને પાત્ર છે.અમે ગોવાના રસ્તાઓનું સમારકામ કરવા માટે સહી ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે ભાજપના ગુંડાઓએ અમારા કાર્યકરો પર હુમલો કર્યો. અમે ડર્યા ન હતા, અને બીજા દિવસે, અમારા વધુ કાર્યકરોએ આવીને ઝુંબેશ  પૂર્ણ કરી. આ હિંમત માટે તમે બધા અભિનંદનને પાત્ર છો.”તેમણે કહ્યું, “આજે ગોવા સુરક્ષિત નથી, જનતા ડરી ગઈ છે. પણ હવે બહુ થઈ ગયું. આમ આદમી પાર્ટી આ ડરનો અંત લાવશે. ગોવાના લોકો સાથે થઈ રહેલા અન્યાય સામે આપ લડશે.”