દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ચોથી ગેરંટીની સાથે જ ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષોનો પડકાર વધી ગયો છે.આપને લાગે છે કે કાશીપુરમાં મહિલાઓને આપવામાં આવેલ ચોથી ગેરંટી તેને ધર ધર સુધી પહોંચાડવામાં મદદગાર સાબિત થશે
હક્કીતમાં આગામી વિધાનસભા ચુંટણીમાં ઝંપલાવી રહેલ આપને મજબુત બનાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ઉત્તરાખંડનો પ્રવાસ કરી રહ્યાં છે.પ્રદેશની રાજનીતિમાં કયાંકને કયાંક તે દિલ્હી જેવું ચુંટણી વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે જે રીતે દિલ્હીમાં કેજરીવાલે મહિલાઓને બસોમાં મફત મુસાફરી સહિત તમામ સુવિધાઓ આપી છે તેજ દાવને હવે તેમણે ઉત્તરાખંડની ચુંટણી મેદાનમાં ખેલ્યો છે.
કેજરીવાલે દરેક ઘરમાં ૧૮ વર્ષથી વધુ વયની મહિલાઓને દર મહિને એક હાજર રૂપિયાની જાહેરાતે આટલા માટે પણ બીજા પક્ષોની ચિંતા વધારી દીધી છે કારણ કે પ્રદેશમાં લગભગ ૩૭ લાખ ૫૮ હજાર મહિલા મતદારો છે ગત ચુંટણીઓના રેકોર્ડ જાઇએ તો મહિલાઓના મતની ટકાવારી પણ પુરૂષોની સરખામણીમાં વધારે રહી છે.હવે બીજા પક્ષ આ ગેરંટીનો કેવી રીતે સામનો કરશે તે તો આવનાર સમય જ બતાવશે એ યાદ રહે કે કેજરીવાલે ચાર વાર ઉત્તરાખંડનો પ્રવાસ કરી મફત વિજળી,રોજગાર અને મફત તીર્થયાત્રાની ગેરંટી આપી છે.આપનો દાવો છે કે મફત વિજળી ગેરંટીથી અત્યાર સુધી પ્રદેશના ૧૪ લાખથી વધુ પરિવાર જાડાઇ ચુકયા છે.
પ્રદેશમાં ગત ૧૦ વર્ષથી નવા જીલ્લાની રચનાને લઇ ભાજપ કોંગ્રેસ જાહેરાતો કરતી આવે છે સૌથી પહેલા સ્વતંત્રતા દિવસ પર ૨૦૧૧માં તે સમયના મુખ્યમંત્રી ડો પોખરિયાલ નિશંકે ચાર નવા જીલ્લાની રચનાની જાહેરાત કરી હતી ત્યારે યમુનોત્રી કોટદ્વાર રાનીખેત અને ડીડીહાટને નવા જીલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ નિશંકને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા અને ભુવનચંદ્ર ખંડૂરી બીજીવાર મુખ્યમંત્રી બન્યા.નવા જીલ્લાની રચનાનો શાસનાદેશ પણ થયો પરંતુ ૨૦૧૨માં કોંગ્રેસની સત્તામાં આવ્યા બાદ મુદ્દો અટકી ગયો કોંગ્રેસની સરકારમાં મુખ્યમંત્રી વિજય બહુગુણાના લગભગ બે વર્ષના કાર્યકાળમાં કોઇ પ્રગતિ થઇ નહીં ત્યારબાદ હરીશ રાવતે ચુંટણીની બરાબર પહેલા નવા જીલ્લાની રચનાનો ઇરાદો જાહેર કર્યો ચારથી આગળ વધી તેમણે એક સાથે નવ જીલ્લા બનાવવાની વાત કહી પરંતુ આમ થયું નહીં જા કે નવા જીલ્લાની રચનાને લઇ રાજય સરકારે એક પંચ બનાવ્યું હવે કેજરીવાલે સરકાર બનવા પર છ નવા જીલ્લાની રચનાની જાહેરાત કરી છે જેનાથી ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષોની સામે એક વધુ દબાણ વધી ગયું છે માનવામાં આવી રહ્યું છે કે એક ગેરંટી અને એક જાહેરાતથી કેજરીવાલ આપની ચુંટણી રાજનીતિને ઉત્તરાખંડમાં વધુ મજબુત કરી ગયા છે.