અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિતમાં રાજ્યપાલને સંબોધી કલેકટર હસ્તક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં ખરીદી બાદ ખેડૂતો સાથે થતાં “કડદા”ના ગંભીર મામલે સરકારના મૌનના વિરોધમાં આંદોલન શરૂ થયું છે. પાર્ટીએ કડદા પ્રથા તાત્કાલિક બંધ કરવા, વેપારીઓના લાયસન્સ રદ કરવાની લેખિત બાંહેધરી, નિર્દોષ ખેડૂતો પર થયેલા હુમલાની તપાસ અને ખોટા કેસ પાછા ખેંચવાની માગણી કરી છે. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો ગુજરાત વ્યાપી આંદોલન કરવાનો ચેતાવણીભર્યો ઇશારો પણ આપવામાં આવ્યો. જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, કાંતિભાઈ સતાસિયા, હિરેનભાઈ વિરડીયા, જયદીપભાઇ પાંચાણી, વિજયભાઈ ડોબરીયા, નિલેશભાઈ વામજા, ધર્મેશભાઈ કાનપરિયા, ઘનશ્યામભાઈ દેસાણી, વિરેન્દ્રભાઈ વાઘેલા, વિપુલભાઈ ડાંગર, કિશોરભાઈ પાનસેરીયા, વિપુલભાઈ વિરાણી, જગદીશભાઈ શિરોયા, મહમદભાઈ જાદવ, હિતેશભાઈ દોંગા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








































