આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ૭ સાંસદોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી હોવાના અહેવાલ છે. આ ૭ સાંસદો એકસાથે ભાજપમાં જાડાશે. રાઘવ ચઢ્ઢા સાથે આમ આદમી પાર્ટી છોડનારાઓમાં અશોક મિત્તલ અને સંદીપ પાઠક પણ સામેલ છે. બંને ભાજપમાં જાડાશે. સંદીપ પાઠક ગુજરાતમાં આપના પ્રભારી પણ રહી ચુક્યો છે.
રાઘવ ચઢ્ઢા સહિત ૭ સાંસદોએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે એ પણ સમજાવ્યું કે તેમને શા માટે છોડવાની ફરજ પડી હતી. સંદીપ પાઠકે કહ્યું કે, મેં ક્્યારેય મારી જાતને આગળ રાખી નથી. મેં હંમેશા આમ આદમી પાર્ટીને પહેલા રાખી છે. મેં અરવિંદ કેજરીવાલને પહેલા રાખ્યા છે. દેશમાં લાખો પાર્ટી કાર્યકરો છે જે આમ આદમી પાર્ટીને પહેલા રાખે છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી, જેને મેં મારા લોહી અને પરસેવાથી ઉછેર્યો અને મારી યુવાનીનાં ૧૫ વર્ષ સમર્પિત કર્યા, તે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ મૂલ્યોથી ભટકી ગઈ છે. હવે, આ પાર્ટી રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ વ્યક્તિગત લાભ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી, મને એવું લાગતું હતું કે હું ખોટા પક્ષમાં સાચો વ્યક્તિ છું. તેથી, આજે હું જાહેરાત કરું છું કે હું આમ આદમી પાર્ટીથી અલગ થઈ રહ્યો છું અને જનતાની નજીક આવી રહ્યો છું.
સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે પત્રકાર પરિષદને સંબોધતા, સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, અમે નિર્ણય લીધો છે કે અમે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ સભ્યો, ભારતના બંધારણની જાગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળીશું. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે બે તૃતીયાંશથી વધુ સાંસદો અમારી સાથે છે. હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની અને સ્વાતિ માલીવાલ પણ અમારી સાથે છે.
સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું છે કે ‘ભાજપે ફરી પંજાબીઓ સાથે દગો કર્યો’
બીજી તરફ દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ‘ઓપરેશન લોટસ’ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ‘ઓપરેશન લોટસ’ ખરેખર હલકી રાજનીતિનું એક ઉદાહરણ છે. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ નથી, પરંતુ પંજાબમાં ચાલી રહેલા જનહિતના કાર્યોને રોકવાનું એક ષડયંત્ર છે.
આરોપ લગાવ્યો કે, ‘આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોને તોડીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. પંજાબની જનતાએ આ નામો યાદ રાખવા જાઈએ, કારણ કે આ લોકોએ ‘ગદ્દારી’ કરી છે. આ સંદર્ભમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ જેવા નામોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે તેઓએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.’
સંજય સિંહે કહ્યું કે આ નેતાઓએ પંજાબની જનતાની ‘પીઠમાં છરો ભોંકવાનું’ કામ કર્યું છે અને રાજ્ય સાથે ગદ્દારી કરી છે. તેમના મતે, જનતા આ વિશ્વાસઘાતને ક્્યારેય માફ નહીં કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ઈડ્ઢ અને સીબીઆઇ જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે થોડા દિવસો પહેલા અશોક મિત્તલ પર ઈડીની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ બધી ઘટનાઓ એકબીજા સાથે જાડાયેલી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ આપના રાજ્યસભાના ૨/૩ સાંસદોના ભાજપમાં જાડાવાની જાહેરાત પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું, “ભાજપે પંજાબ સાથે દગો કર્યો છે. શરદ પવાર, શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ પક્ષો માટે પણ એ જ વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપનો પંજાબમાં કોઈ જનાધાર નથી.” ભગવંત માનએ કહ્યું, “ભાજપમાં જાડાતા સાત સાંસદો પંજાબનું પ્રતિનિધિત્વ કરતા નથી; તેઓ દેશદ્રોહી છે. તેમને ભાજપમાં પણ કંઈ મળશે નહીં.”
આપના રાજ્યસભાના ૨/૩ સાંસદોના ભાજપમાં જાડાવાની જાહેરાત પર, બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યું, “કેટલાક લોકો સમાધાન કરે છે, ડરી જાય છે અને ભાજપમાં જાડાય છે. તેઓ કદાચ લોભ કે ડરથી જાડાયા હશે.”
કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે કહ્યું, “ભાજપ તેમના કાર્યોથી હટશે નહીં. તેઓ દેશમાં લોકશાહીની સતત હત્યા કરી રહ્યા છે. આપણે સ્વીકારવું પડશે કે લોકશાહી નબળી પડી રહી છે. બધી એજન્સીઓ તેમના નિયંત્રણ હેઠળ છે. ઈડ્ઢએ અશોક મિત્તલના પરિસરમાં દરોડા પાડ્યા હતા; અગાઉ, ભાજપે રાઘવ
આભાર – નિહારીકા રવિયા ચઢ્ઢાને પણ હેરાન કર્યા હતા. દેશ જાઈ રહ્યો છે કે શું થઈ રહ્યું છે.”રાધવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીના ત્રણ બળવાખોર સાંસદ ભાજપ મુખ્ય કાર્યાલય પહોંચ્યા હતાં અહીં તેમને ભાજપના અધ્યક્ષ નિતિ નવીને આવકાર્યા હતાં અને તમામને મોં મીઢા કરાવ્યા હતાં.









































