સીબીઆઇએ રિયલ એસ્ટેટ ડેવલપર આમ્રપાલી લીઝર વેલી ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડાયરેક્ટર અનિલ શર્મા સહિત અન્ય સામે કેસ નોંધ્યો છે. સીબીઆઇએ આ કાર્યવાહી બિલ્ડરના નોઈડા, બિહાર, ઝારખંડ, દિલ્હી સહિત લગભગ ૨૯ સ્થળોએ કરી છે. આ એફઆઇઆર બેન્ક ઓફ મહારાષ્ટ્રઅને આંધ્રા બેન્કમાંથી ૨૩૦ કરોડ રૂપિયા કરતા વધારેની કથિત છેતરપિંડી મામલે નોંધવામાં આવી છે. અધિકારીઓએ શુક્રવારે આ જોણકારી આપી છે.
સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆરમાં આરોપ છે કે બેંકોએ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ટેક ઝોનમાં ૧.૦૬ લાખ વર્ગ મીટરના પ્લોટ પર એક આવાસ ભવન વિકસિત કરવા માટે ક્રેડિટ સુવિધાઓને મંજૂરી આપી હતી પરંતુ કંપની નાણાકીય શિસ્તને જોળવી રાખવામાં નિષ્ફળ સાબિત થયા. આના કારણે ૩૧ માર્ચ ૨૦૧૭એ ખાતામાં બિન-કાર્યક્ષમ સંપત્તિ જોહેર કરી દેવાઈ.
આમ્રપાલી ગ્રૂપની રિયલ એસ્ટેટ કંપનીઓએ મોટા પાયે ફંડ ડાયવર્જન કર્યા છે. આ વાત તપાસમાં સામે આવી ચૂકી છે. તેથી આ સંદર્ભે સુપ્રીમ કોર્ટ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ આમ્રપાલી ગ્રૂપની કંપનીઓને નાદાર જોહેર કરીને ડાયરેક્ટરની સંપત્તિઓ જપ્ત કરી ચૂક્યા છે. લગભગ ૩૦,૦૦૦ ફ્લેટોનુ નિર્માણ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં નેશનલ બિલ્ડીંગ કંન્સ્ટ્રક્શન કોર્પોરેશન કરી રહ્યુ છે.