ઉનાના આમોદ્રા ગામે કારડીયા રાજપૂત સમાજના સોલંકી પરિવારના ગૌરવ સમા પ્રવીણસિંહ દાનાભાઈ સોલંકી લેફ્‌ટનન્ટ ઓફિસર તરીકે નિમણૂક પામતા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. બેન્ડવાજા સાથે વિશાળ સંખ્યામાં પરિવારજનો અને ગ્રામજનોએ સ્કૂટર રેલી યોજી ‘વંદે માતરમ’ અને ‘ભારતમાતા કી જય’ ના જયઘોષ કર્યા હતા.કાર્યક્રમમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ, સરપંચ પ્રિયંકાબેન મોરી, જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ કેપ્ટન અશોકભાઈ રાઠોડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.