આમિર ખાન હાલમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.આમિર ખાન વરસાદમાં પુત્ર આઝાદ સાથે ફૂટબોલ રમ્યો હતા, પિતા-પુત્રનું બોન્ડિંગ દિલ જીતી રહ્યું છે, હાલમાં જ અભિનેતાએ આમિર ખાને અને તેની માતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. વરસાદની સીઝનમાં આમિર ખાન પુત્ર આઝાદ સાથે ફુટબોલ રમતો જાવા મળ્યો હતો.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પિતા પુત્રનું બોન્ડિંગ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે,
આમિર ખાન પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈ ખુબ ચર્ચામાં છે, આમિર ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેમાં આમિર ખાન તેના પુત્ર આઝાદ સાથે વરસાદમાં મેચ રમી રહ્યો છે. આ વિડીયોમાં પિતા-પુત્ર બંન્ને ફૂટબોલ રમી રહ્યા છે, વરસાદની મજા માણી રહ્યા છે
આ પહેલા પણ આમિર ખાનનો વિડીયો સોશિયલ મીડિયોમાં વાયરલ થયો હતો. જેમાં તે પોતાની માતાનો
જન્મદિવસ સેલિબ્રેટ કરતા જાવા મળ્યો હતો. જેમાં આમિર ખાન સિવાય નજીકના સેલિબ્રિટી હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, આમિર ખાન તેની માતા જીનતની ખુબ નજીક છે. આમિર ખાન હંમેશા તેની સાથે ખાસ બોન્ડ શેર કરતા જાવા મળે છે.ઝીનત હુસૈન માત્ર તેના અભિનેતા પુત્ર આમિર ખાનની ફિલ્મો જાનાર પ્રથમ વ્યક્તિ નથી. તેના બદલે, તેની માતા બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ્‌સ માટે તેની મંજૂરી આપે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ટોમ હેન્ક્‌સ સ્ટારર ફોરેસ્ટ ગમ્પનું રૂપાંતરણ છે. ફિલ્મમાં કરીના કપૂર, મોના સિંહ, નાગા ચૈતન્ય જેવા ઘણા મોટા સ્ટાર્સ છે. આ ફિલ્મ ૧ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની ક્રિકેટ ડ્રામા લગાનને ૧૫ જૂને રિલીઝ થયાને ૨૧ વર્ષ પૂરા થયા હતા. તેને સેલિબ્રેટ કરવા માટે આમિર ખાને તેના ઘરે મરીનામાં ગેટ ટુ ગેધર રાખ્યો હતો. આ પાર્ટીમાં ફિલ્મની પૂરી કાસ્ટ સામેલ થઈ હતી. આ ફિલ્મ આમિર ખાનના દિલની ખૂબ નજીક છે. ‘લગાન’ તેના સમયની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે અને તેને એવરગ્રીન ફિલ્મ પણ કહેવામાં આવે છે. જે દરેક એજગ્રુપના લોકો એકસાથે બેસીને એન્જાય શકે છે.