આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ ૨૦ જૂને રિલીઝ થશે, આ ફિલ્મમાં આમિર ખાન એક કોચની ભૂમિકામાં જાવા મળશે, જે ખાસ બાળકોની બાસ્કેટબોલ ટીમને તાલીમ આપે છે. આ દિવસોમાં આમિર ખાન પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને ઘણા મોટા અને ગંભીર મુદ્દાઓ પર વાત કરી છે.
આમિર ખાન રજત શર્માના શો ‘આપ કી અદાલત’માં દેખાયો. ઇન્ટરવ્યુ દરમિયાન આમિર ખાનને પહેલગામ હુમલા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. આના પર તેમણે કહ્યું, ‘હું મુસ્લિમ છું, મને મુસ્લિમ હોવાનો ગર્વ છે. હું ભારતીય છું, મને આનો પણ ખૂબ ગર્વ છે. આ બંને વાતો પોતાની જગ્યાએ સાચી છે.’
આમિર ખાને પહેલગામ આતંકવાદી હુમલા પર આગળ કહ્યું, ‘કોઈ પણ ધર્મ આપણને નિર્દોષ લોકોને મારવાનું શીખવતો નથી. આ આતંકવાદીઓ જે કરી રહ્યા છે, તેને હું ઇસ્લામિક નથી માનતો. હકીકતમાં, હું તેમને મુસ્લિમ પણ નથી માનતો. ઇસ્લામ સ્પષ્ટપણે કહે છે કે તમે કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકતા નથી. તમે મહિલાઓ કે બાળકો પર હાથ ઉંચો કરી શકતા નથી. આ બધા સિદ્ધાંતો આપણા ધર્મનો ભાગ છે. આ આતંકવાદીઓ જે કરી રહ્યા છે તે ધર્મની વિરુદ્ધ છે, તેઓ ખોટું કરી રહ્યા છે.’
તાજેતરમાં, કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં આતંકવાદીઓએ એક ચોક્કસ ધર્મના લોકોને તેમના નામ પૂછીને મારી નાખ્યા હતા. આમિર ખાને આ બાબતે આતંકવાદીઓનો વિરોધ કર્યો છે. તે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. આ આતંકવાદીઓના પાકિસ્તાન સાથે સંબંધો હતા. ત્યારબાદ ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં હાજર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આમિર ખાને ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે. સિતારે જમીન પર અભિનેતા આમિર ખાન પહેલગામ આતંકવાદી હુમલા પર ફરી બોલ્યા
‘સિતારે જમીન પર’ ઉપરાંત, આમિર ખાન કેટલીક અન્ય ફિલ્મો પણ કરી રહ્યો છે. આમાં રજનીકાંતની ‘કુલી’નો સમાવેશ થાય છે, જેમાં આમિર ખાન એક ભૂમિકા ભજવશે. તે ‘લાહોર ૧૯૪૭’ ફિલ્મ પણ કરી રહ્યો છે, જેમાં સની દેઓલ પણ જાવા મળશે.