આમળા એક
મહત્વપૂર્ણ ફળ છે. જે ભારત, ચીન, ઇન્ડોનેશિયા અને ઉષ્ણકટિબંધીય ભાગોમાં ઉગે છે. તે વિટામિન અને ટેનીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. સામાન્ય રીતે આમળાને સ્વાસ્થ્ય માટે “અજાયબી ફળ” તરીકે ગણવામાં આવે છે. તે વિવિધ નામોથી ઓળખાય છે જેમકે આમળા, અમલક્કી, નેલી અને ભારતીય ગૂસબેરી. તે સ્વદેશી લોકોમાં ખૂબ મૂલ્યવાન દવા છે. આમળાના ફળમાં લગભગ ત્રણ ગણું વધુ પ્રોટીન હોય છે અને સફરજનની સરખામણીમાં ૧૬૦ ગણું વધુ વિટામિન સી હોય છે. આ આમળા ફળોના ઉચ્ચ ઔષધિય મૂલ્યોને કારણે હોઈ શકે છે અને હકીકત એ છે કે આ ફળ બાર્બાડોસ ચેરી સિવાયના અન્ય ફળોમાં વિટામિન સીનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. તે થોડો એસિડિક સ્વાદ ધરાવે છે અને તેથી તે ટેબલ ફળ તરીકે એટલુ લોકપ્રિય નથી. જા કે, તે વિવિધ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવાની પ્રક્રિયામાં મોટી સંભાવના દર્શાવે છે જેની રાષ્ટિય તેમજ આંતરરાષ્ટિય સ્તરે મોટી માંગ છે.
છોડના તમામ ભાગોનો ઉપયોગ ઔષધિય હેતુ માટે થાય છે. તાજા અથવા સૂકા ફળ ઝાડા, કમળો અને બળતરાની સારવાર માટે
પરંપરાગત દવાઓ બનાવવામાં ઉપયોગી છે. તાવ માટે આમળાના પાંદડા અને ફળનો ઉપયોગ કરવામાં આવે છે. આમળાના ફળોનો ઉપયોગ યુનાની અને આયુર્વેદિક પ્રણાલીઓમાં વ્યાપકપણે થાય છે જેમકે તાજા ફળના સ્વરૂપમાં દવાઓ અથવા વિવિધ તૈયારીઓમાં પાવડર જેમ કે ચ્યવનપ્રાશ, રસાયણ, ત્રિફળા અને અરિષ્ટ જે આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને આયુષ્ય વધારે છે. ફળ તીક્ષ્ણ, ઠંડુ, રેફ્રિજન્ટ, મૂત્રવર્ધક અને રેચક છે તેથી તે દીર્ઘકાલીન મરડો, શ્વાસનળીનો સોજા, ડાયાબિટીસ, તાવ, ઝાડા, કમળો, અપચો અને ઉધરસ વગેરેને દૂર કરે છે. તે એસ્કોર્બિક એસિડનો અત્યંત પોષક અને સૌથી ધનિક સ્ત્રોત છે.
આમળાના ફળમાં હાજર ગેલિક એસિડ એન્ટીઓક્સિડેન્ટ ગુણ ધરાવે છે. આમળા સામાન્ય રીતે ખાવામાં તુરા લાગે છે, તેથી કાચા ખવાય નહિ. એક થી વધારે ખાવામાં આવે તો દાંત ખટાઈ જવા પામે છે. આમળાના ફળ લાંબો સમય સુધી સંગ્રહી શકાતા નથી અને બગડી જાય છે. આવા સંજાગોમાં જયારે આમળાની
ૠતુ હોય અને બજારમાં પુષ્કળ પ્રમાણમાં સારી ગુણવત્તાવાળા આમળા મળતાં હોય ત્યારે તેની ઉપયોગી વિવિધ બનાવટો બનાવી તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે, અને વર્ષ દરમ્યાન તેનો ઉપયોગ ખાવામાં કરી શકાય છે. જેથી આમળામાં ઉપલબ્ધ
પૌષ્ટિક તત્વો અને વિટામીન પુરતા પ્રમાણમાં મળી રહે છે.

આમળા જામ
• જામ ફળોના પલ્પ અને રસને પૂરતા પ્રમાણમાં ઉકાળીને તૈયાર કરવામાં આવે છે.
• ફળના જામમાં ૪૫ ટકા ફળનો ભાગ અને કુલ દ્રાવ્ય ભાગ ૬૮ ટકા હોવો જાઈએ.

બનાવવાની રીત
(૧) પાકેલા ફળો પસંદ કરવા
(૨) પસંદ કરેલા ફળો ધોવા
(૩) ફળોની છાલ ઉતારવી
(૪) બીજ અને કોર દૂર કરવા
(૫) ખાંડ ઉમેરો (જા જરૂરી હોય તો પાણી ઉમેરો)
(૬) ઉકાળો (સતત હલાવતા રહેવું)
(૭) સાઇટ્રિક એસિડ ઉમેરો
(૮) અંતિમ બિંદુનું મૂલ્યાંકન
૧૦૫ ર્ઝ્ર અથવા ૬૮-૭૦ % ટી.એસ.એસ. અથવા શીટ ટેસ્ટ દ્વારા
(૯) ચોખ્ખી બોટલોમાં ભરવું
(૧૦) ઠરવા માટે મૂકવું
(૧૧) સામાન્ય તાપમાને સંગ્રહ કરવો

 

આમળા ચટણી
• આમળા ચટણી સામાન્ય રીતે ગરમ, મીઠી, મસાલેદાર, મધુર સ્વાદવાળી અને મોહક હોય છે.
• ક્યારેક તેનો સ્વાદ અને પોષણ મૂલ્ય વધારવા માટે ડ્રાયફ્રુટ્‌સ પણ ઉમેરવામાં આવે છે.

 

બનાવવાની રીત
ફળો પસંદ કરવા, પસંદ કરેલા ફળો ધોવા, ૨૫- ૩૦ મિનિટ માટે પસંદ કરેલા ફળો ઉકાળો, ફળોનું ભાગોમાં વિભાજન અને બીજ દૂર કરવા, બારીક માવો બનાવવો, તેમાં અડધા વજનના પાણી, ખાંડ અને મીઠું ઉમેરીને હળવા હાથે રાંધવું, કાપડની થેલીમાં બધી સામગ્રી (મરીમસાલા) રાખવી, ઢીલી રીતે બાંધી, મિશ્રણમાં અંદર નાખવી અને ધીમી આંચ પર રાંધવું, રસોઈ દરમિયાન મસાલાની થેલીને ક્યારેક-ક્યારેક દબાવવી, ત્યારબાદ મસાલાની થેલી દૂર કરવી, વિનેગર ઉમેરવું, ૨- ૫ મિનિટ માટે રાંધવું, સ્વચ્છ અને વંધ્યીકૃત બોટલમાં ભરવું અને હવાચુસ્ત રીતે બંધ કરવું, સામાન્ય તાપમાને સંગ્રહ કરવો.