સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજયસભાના સાંસદ રંજન ગોગોઇએ આફસ્પાને ભયાનક બતાવ્યો છે તેમણે કહ્યું કે આ કાનુનને ખતમ કરવાની માંગ ૪૦ વર્ષથી ચાલી રહી છે.એ યાદ રહે કે ગોગોઇએ પોતાની આત્મકથા જસ્ટિસ ફોર ધ જજ: એન ઓટોબાયોગ્રાફીનું લોન્ચીંગ કરતી વખતે આ વાતો કહી હતી.એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત
કરતા તેમણે કહ્યું કે સેના અને અર્ધસૈનિક દળોને આસ્ફાપા હેઠળ સખ્ત અધિકાર આપવામાં આવ્યા છે.જેને કારણે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ થાય છે.
હક્કીતમાં તાજેતરમાં નાગાલેન્ડમાં સેના દ્વારા ગોળીબારની ઘટનાઓ બાદ આફસ્પાને પાછું લેવાની માંગ તેજ થઇ ગઇ છે.એવામાં રંજન ગોગોઇએ કહ્યું કે નાલાલેન્ડની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.આ એક ભુલ હતી.પરંતુ કડક કાનુનોની પણ જરૂરીયાત હોય છે.અનેકવાર તમને તેની જરૂરત અનુભવાય છે.જયારે કયારેક કયારેક દુર્ઘટનાઓ અને અત્યાચારના મામલામાં તેને રદ કરવાની આવશ્યકતા હોય છે.સચ્ચાઇ બંન્ને તરફ છે. તેમણે કહ્યું કે મારા મતે ઉતાવળમાં કોઇ નિર્ણય લેવાનો નથી પરંતુ સંતુલન બનાવવાનો છે તેની જવાબદારી કાર્યપાલિકાની છે રંજન ગોગોઇએ કહ્યું કે સરકારે સંતુલન બનાવવા જરૂરત છે.
એ યાદ રહે કે આફસ્પાનું આખુ નામ આર્મ્ડ ફોર્સેજ સ્પેશલ પાવર એકટ છે ૧૯૫૯માં આ કાનુનને દેશના અનેક અશાંત વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો હતો જેમાં ત્રિપુરા,આસામ,મણિપુર જમ્મુ કાશ્મીર પંજોબ વગેરે રાજય સામેલ છે.હકીકતમાં કેન્દ્ર સરકારને જયાં લાગે છે કે શાંતિ વ્યવસ્થા ભંગ થઇ શકે છે ત્યાં સરકાર આ કાનુનને લાગુ કરી શકે છે.તેમાં સેનાને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી છે. જો કે સ્થિતિ યોગ્ય થયા બાદ અનેક જગ્યાએથી આફસ્પાને પાછો પણ લેવામાં આવ્યો છે.નાગાલેન્ડના મોન જીલ્લામાં ચાર અને પાંચ ડિસેમ્બરે એક સૈનિક સહિત ૧૫ લોકોના મોત બાદ આફસ્પાને ખતમ કરવાની માંગ શરૂ થઇ ગઇ છે.