અમેરીકાના પશ્ચિમ પ્રાંતના એક નગરની આ ઘટના છે. એક વખત સ્વામી વિવેકાનંદજી આ નગરમાં એક સભા દરમિયાન પોતાનું પ્રવચન આપી રહ્યા હતા. અને આ પ્રવચનમાં સ્વામીજીએ જણાવ્યું કે ; ‘જે સર્વોત્તમ સત્ય સુધી પહોંચી શકે છે તેને કંઈ વિચલિત કરી શકતું નથી.’
આ વાત ત્યાં સભામાં ઉપસ્થિત કેટલાક ભરવાડો એ સાંભળી. તેઓ એ નક્કી કર્યું કે સ્વામીજી ની આ વાત નો પ્રયોગ તેમની ઉપર જ કરવો છે. જ્યારે સ્વામીજી તેમના ગામમાં આવ્યા…, ત્યારે એક ટબ ઉંધુ કરી નાખ્યું અને તેમના પર ઊભા રહીને સ્વામીજીને ભાષણ કરવા માટે કહ્યું. કોઈ પણ જાતના ખચકાટ વગર સ્વામીજીએ તરત જ હા પાડી. થોડા સમય પછી સ્વામી વિવેકાનંદજી આ ટબ ઉપર ઊભા રહીને સ્થિર મન રાખી ભાષણ દેવામાં મગ્ન થઈ ગયા. ભરવાડોએ સ્વામીજીની મનની સ્થિરતા ની પરીક્ષા લેવા માટે સ્વામીજીના કાન પાસેથી અવાજ કરતી બંદૂકની ગોળીઓ છોડી. છતાં પણ સ્વામી વિવેકાનંદજી એક ક્ષણ માત્ર પણ વિચલિત થયા નહીં. અને પોતાની મનની સ્થિરતા જાળવીને પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું.
અંતમાં પ્રવચન પૂર્ણ થયું એટલે તરત જ પેલા ભરવાડોએ સ્વામી વિવેકાનંદજી ને ચારેય બાજુથી ઘેરી લીધા. અને બધા જ સ્વામીજીને હાથ મિલવવા લાગ્યા. અને સાથે સાથે કહેવા લાગ્યા કે ; હા.., ‘તમે ખરેખર મરદ માણસ છો.’ વાચક મિત્રો જે પોતાના મનને વશમાં કરી શકે છે તે સંપૂર્ણ જગત પર રાજ કરે છે. કારણ કે; મનુષ્યના મનમાં અનંત શક્તિ છે મનુષ્ય જ્યારે આફતમાં પોતાનું મન સ્થિર રાખીને આગળ વધવાનો માત્ર પ્રયત્ન કરે છે ત્યારે મોટી મુશ્કેલી પણ તેમના સામે માત્ર એક નાની એવી પાણીની બૂંદ બની જાય છે.
“સફળતાનો ખરો આનંદ તો ત્યારે જ મળે જ્યારે તમને તે કાર્યમાં ભૂતકાળમાં ઘણી વાર નિષ્ફળતા મળી હોય.” વ્હાલા વાચક મિત્રો માનવી જેમ પોતાનું મન દરેક પરિસ્થિતિમાં સ્થિર રાખશે અને મહેનત કરી આગળ વધવાનો પ્રયત્ન કરશે તો તે માનવીને પોતાના યોગ્ય લક્ષ્ય સુધી પહોંચાડતા દુનિયાની કોઈ પણ તાકાત તેમને રોકી શકશે નહીં.
મિત્રો સફળતા, નિષ્ફળતા હાર અને જીત આ બધું જ માનવીના મનમાં હોય છે. માનવી સફળ હોવા છતાં જો મનની શાંતિ અનુભવી ન શકતો હોય તો તે માનવી ખરા અર્થમાં તો નિષ્ફળ જ ગણાય છે. જ્યારે માનવી કોઈ પણ કાર્યમાં નિષ્ફળ થવા છતાં મનની શાંતિ અનુભવી શકતો હોય…, અર્થાત તે…, એમ વિચારીને આનંદીત હોય કે કંઈ વાંધો નહીં, મેં મહેનત તો કરી હતી ને…, અને હું મહેનત કરીને નિષ્ફળ ગયો છું. આમ સાવ મૃત લાશની જેમ નિષ્ફળ નથી ગયો.. આમ વિચારીને મનની શાંતિ મેળવનાર વ્યક્તિ ખરા અર્થમાં તો સફળ જ છે. આમ મનની શક્તિ વિશે ઘણી જગ્યા પર એક સુંદર સુવિચાર પણ આપ વાંચતા જ હશો કે… ; “હાર અને જીત તો માનવીના મનમાં હોય છે. જો માનવી માની લે તો હાર છે…, અને ધારી લે તો જીત છે. “
હે ધરતી પરના કાળા માથાના માનવ તારામાં અનંત શક્તિ છે. તું અશક્ય ને શક્ય કરનાર માનવ છે. હે ભારતના માનવો…, આવો મહા ભગીરથ કાર્યમાં પોતાનું યોગદાન આપી ને માનવ થી મહામાનવ બનીયે. વિશ્વમાં શાંતી પ્રસરાવીને ભારતીય સંસ્કૃતિ .., ભાઈચારાની લાગણી વિક્સવીએ. અને ભારતને ભવ્ય બનાવીએ. વંદેમાતરમ.