ભાજપે એકવાર ફરી બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને લઇ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે એટલું જ નહીં તેના પર બુલડોઝર ચલાવવાની વાત પણ કહી છે હકીકતમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પોતાના કાર્યકરો અને દિલ્હીના લોકોના નામે એક ખુલ્લો પત્ર લખ્યો છે તેમાં તેમણે લખ્યું છે કે અમે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને હટાવવાનું કામ કરી રહ્યાં છીએ પરંતુ આમ આદમી પાર્ટી આ લોકોને બચાવી રહી છે.
ગુપ્તાએ પત્રમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા લોકોને ડરાવીને વસુલી કરી રહ્યાં છે તેમણે લોકોને અપીલ કરી કે વસુલી કરનારા લોકોની વિરૂધ્ધ અવાજ ઉઠાવી ફરિયાદ કરવામાં આવે તેમણે પત્રમાં લખ્યું છે કે
દિલ્હીમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનોની સમસ્યા વધી જઇ રહી છે દિલ્હી સરકાર તેમને આધાર કાર્ડ વોટર કાર્ડ રાશન કાર્ડ અને પેંશન અપાવવાનું કામ કરી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે જરૂરત પડી તો બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો પર બુલડોઝર પણ ચલાવવામાં આવશે
આદેશ ગુપ્તાએ કહ્યું કે આ લોકોને આમ આદમી પાર્ટી સરકારી જમીન પર કબજા કરાવી રહી છે આ સાથે જ દિલ્હી સરકારના ધારાસભ્ય સ્કુલોના ઇડબ્લ્યુએસ કવોટાનો ઉપયોગ કરી બાંગ્લાદેશી અને રોહિગ્યા મુસલમાનોના બાળકોને દાખલ અપાવી રહ્યાં છે.તેમણે કહ્યું કે જે દેશનો નાગરિક નથી તેમણે અમે દેશમાં રહેવા દઇશું નહીં જા જરૂરત પડી તો બુલડોઝર પણ ચલાવવામાં આવશે