રાજ્યમાં પેપર લીક મુદ્દે હાલમાં પણ રાજકીય પાર્ટીઓ પોતાનો વિરોધ નોંધાવી રહી છે. ત્યારે આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા કમલમ ખાતે આપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલી મારામારી બાદ આપનાં ૨૮ મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય ઘણા આપ નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. હવે મળી રહેલી માહિતી અનુસાર, આપ નાં ૨૮ મહિલા કાર્યકરોને આ મામલે કોર્ટ તરફથી જોમીન મળી ગયા છે.
આપ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પેપર લીક મુદ્દે કમલમનો ઘેરાવો કર્યો હતો, અને આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમ્યાન કમલમમાં સ્થિતિ ખરાબ થઇ હતી અને પોલીસ અને આપ કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. જેના ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમા આપનાં ઘણા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા સ્થળ પરથી ખસેડવામાં આવતા જોવામાં આવ્યા. વળી ઘણા લોકો આ દરમ્યાન ઈજોગ્રસ્ત પણ થયા હતા. આ સમગ્ર મામલે આપનાં ૨૮ મહિલા કાર્યકર્તાઓ સહિત નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. જો કે આજે આ ૨૮ મહિલા કાર્યકર્તાઓનાં શરતી જોમીન મંજૂર કરવામાં આવ્યા છે. આ પહેલા આપ નેતાઓનાં જોમીનની અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામા આવી હતી. જેમા ઈસુદાન ગઢવી. ગોપાલ ઈટાલિયા સહિત ઘણા કાર્યકર્તાઓની જોમીન અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ૨૮ મહિલા કાર્યકર્તાઓને શરતી જોમીન આપવામાં આવ્યા છે. વળી અન્ય નેતાઓની જોમીન અરજીને લઇને આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.