ચાર દેશોના સમૂહ ક્વાડની મહત્વની બેઠક જોપાનના ટોક્યોમાં યોજોઈ છે. આજની આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, જોપાનના પીએમ ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાઈ આવેલા પીએમ એન્થની આલ્બનિઝે ભાગ લીધો. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આટલા ઓછા સમયમાં ક્વાડે દુનિયામાં એક મહત્વનું સ્થાન બનાવી લીધુ છે. ક્વાડે વિશાળ દાયરો ધારણ કર્યો છે અને તેનું પ્રભાવી સ્વરૂપ છે. તેમણે કહ્યું કે આપસી વિશ્વાસ અને સંકલ્પ લોકશાહી તાકાતોને ઉત્સાહ અને નવી તાકાત આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને મિત્રો વચ્ચે આવીને આનંદ થયો છે. આ સાથે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની હાલની ચૂંટણીમાં નવા ચૂંટાઈ આવેલા પીએમ એન્થની અલ્બનીઝને અભિનંદન પણ પાઠવ્યા. તેમણે કહ્યું કે હું સૌથી પહેલા તો પીએમ એન્થની અલ્બનીઝને શુભેચ્છા પાઠવું છું. શપથ લીધાના ૨૪ કલાક બાદ તમારી અમારી વચ્ચે હાજરી તમારી ક્વાડ દોસ્તીની તાકાત અને તેના પ્રત્યે તમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ક્વાડ સંગઠનમાં ચાર સભ્ય દેશો છે. આજે આ ક્વાડ સભ્ય દેશોના નેતાઓની બેઠક યોજોઈ. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ખુબ ઓછા સમયમાં ક્વાડે વિશ્વસ્તરે મહત્વનું સ્થાન બનાવ્યું છે. ક્વાડનો દાયરો વિશાળ અને પ્રભાવી થયો છે. આપણી વચ્ચેનો પરસ્પર વિશ્વાસ, દ્રઢ સંકલ્પ લોકશાહી શક્તિઓને નવી તાકાત અને ઉર્જાનો સંચાર કરે છે.
આ સાથે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની હાલની ચૂંટણીમાં નવા ચૂંટાઈ આવેલા પીએમ એન્થની અલ્બનીઝને અભિનંદન પણ પાઠવ્યા. તેમણે કહ્યું કે હું સૌથી પહેલા તો પીએમ એન્થની અલ્બનીઝને શુભેચ્છા પાઠવું છું. શપથ લીધાના ૨૪ કલાક બાદ તમારી અમારી વચ્ચે હાજરી તમારી ક્વાડ દોસ્તીની તાકાત અને તેના પ્રત્યે તમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ સાથે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ક્વાડ દ્વારા પરસ્પર સહયોગથી એક ફ્રી, સમાવેશી અને ઓપન ઈન્ડો પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહ્યું છે. જે આપણા બધાનો સંયુક્ત હેતુ છે. વધુમાં તેમણે કહ્યું કે કોવિડની અવળી પરિઅસ્થિતિઓ છતાં આપણે જળવાયુ કામગીરી, રસી વિતરણ, આફતમાં રિસ્પોન્સ, આર્થિક સહયોગ, આપૂર્તિ શ્રૃંખલા લચીલાપણું, જેવા અનેક મુદ્દે પરસ્પર સમન્વય વધાર્યો છે. જેનાથી ઈન્ડો પેસિફિકમાં શાંતિ, અસ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે.
કવાડની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને તો સૌથી પહેલા યુક્રેન-રશિયા યુદ્ધનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે વ્લાદિમિર પુતિન એક સંસ્કૃતિને નષ્ટ કરવાની કોશિશ કરે છે. આ કોઈ યુરોપિયન નહીં પરંતુ વૈશ્વિકક મુદ્દો છે. રશિયાએ યુક્રેન પર ઘઉની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેનાથી વૈશ્વિકક સ્તરે ખાદ્ય સંકટ ઊભું થયું છે. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે રશિયા આ યુદ્ધ જેટલું લાંબુ ખેંચશે અમેરિકા એટલો જ તેના સાથીઓને મદદ કરશે.
જોપાનના પીએમ ફૂમિયો કિશિદાએ ક્વાડની બેઠકમાં કહ્યું કે રશિયાનું યુક્રેન પરનું આક્રમણ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોને પડકારે છે. આપણે આસિયાન, દક્ષિણ એશિયાની સાથે પ્રશાંત દ્વિપ દેશોનો અવાજ પણ ધ્યાનથી સાંભળવો જોઈએ.
ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ સામાન્ય ચૂંટણી યોજોઈ હતી જેમાં સ્કોટ મોરિસન હાર્યા અને એન્થની અલ્બનીઝ નવા પીએમ તરીકે ચૂંટાઈ આવ્યા. ક્વાટ બેઠકમાં પહેલીવાર એન્થની અલ્બનીઝ સામેલ થયા. તેમણે કહ્યું કે
ક્વાડ દેશો સાથે કામ કરવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે. ઓસ્ટ્રેલિયાની નવી સરકાર જળવાયુ પરિવર્તન પર કાર્યવાહી કરવા સહિત, સાઈબર, ઉર્જા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સુરક્ષા દ્વારા લચીલી રીતે ઈન્ડો પેસિફિક ક્ષેત્રના નિર્માણને પ્રાધાન્ય આપે છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ૨૦૨૦ સુધીમાં ઉત્સર્જનમાં ૪૩ ટકાના ઘટાડાનો નવો લક્ષ્યાંક નક્કી કરશે તથા ૨૦૫૦ સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનની ડગર પર લઈ જશે.