આજની દોડધામવાળી જીંદગી, ઓછા સમયમાં વધુ આંબી લેવાની તમન્ના ને એમાંય સ્પર્ધા એટલે વ્યક્તિને થોડું ઘણુંય ડીપ્રેશન તો હોય જ. જાકે ડીપ્રેશનની હાજરી કે ગેરહાજરી દર્શાવતા કોઇ રિપોર્ટની શક્યતાઓ જ નથી પરંતુ એ માટે ઘણી માનસિક તપાસ કે અત્રે આપેલી પ્રશ્નાવલી ઉપલબ્ધ છે. જેને આધારે તમે તમારા મનનો ક્યાસ કાઢી શકશો. પ્રામાણિકતાથી જવાબ આપીને જાણી લો કે તમને ડીપ્રેશન છે કે નહીં ? ‘ડીપ્રેશન’ એટલે ઉત્સાહભંગ, ખિન્નતા કે ઉદાસી, સમયનો અભાવ, કામકાજાની વણજાર, સ્પર્ધાત્મક યુગ, દોડધામથી ભરી જીંદગી આ બધાનો સરવાળો કરે એટલે નાની – નાની કે મોટી માનસિક સમસ્યાઓ ઊભી થાય ને ફળસ્વરૂપે ડીપ્રેશન આવી જાય. અત્રે આપેલી પ્રશ્નાવલીના જવાબો સો ટકા સાચા આપવાની કોશિશ કરો. તમે જે-તે વિધાન સાથે કેટલાં સંમત છો, તે મુજબ તમારે ગુણ આપવાના છે. તો ડીપ્રેશન દૂર કરવા માટે તૈયાર…!
હું સંપૂર્ણપણે સંમત છું – (૬) ગુણ
હું સંમત છું – (પ) ગુણ
હું સહેજ સંમત છું – (૪) ગુણ
હું સહેજ અસંમત છું – (૩) ગુણ
હું અસંમત છું. (ર) ગુણ
હું સંપૂર્ણપણે અસંમત છું – (૧) ગુણ
(૧) વ્યક્તિએ પૂરતો પ્રયત્ન કરી, જે-તે બાબતમાં કાબેલિયત બતાવવી જાઇએ.
(ર) કોઇપણ વસ્તુમાં અક્ષમતા કે વ્યક્તિમાં રહેલી સંપૂર્ણતા અથવા મૂલ્ય વિહિનતાની નિશાની છે.
(૩) જીવનની વિષમતાઓ અને પોતાની જવાબદારીઓનો સામનોકરવા કરતાં તેનાથી દૂર ભાગવું સહેલું છે.
(૪) મોટાભાગના દુઃખ બહારના માણસો અને ઘટનાઓ અથવા બાહ્ય કારણો દ્વારા ઉત્પન્ન થાય છે ?
(પ) જે લોકો નીચલી વસાહતોમાં રહે છે, તે લોકો ચોક્કસપણે દયનીયતા કે હતાશા અનુભવે છે.
(૬) મોટા ભાગના લોકો જે વસ્તુઓ કરવી પડતી હોય છે તેની પાછળ એટલો બધો સમય વ્યય કરે છે કે જે વસ્તુ કરવાની તેમની ઇચ્છા હોય તેને માટે ખૂબ ઓછો સમય રહી જાય.
(૭) પોતાની જાત કરતાં અન્ય પર આધાર રાખવો સારો છે.
(૮) પોતાના માટે જે મહત્વના છે તેવા દરેક વ્યક્તિઓના પ્રેમ અને સમર્થનની પ્રત્યેક વ્યક્તિને જરૂર છે.
(૯) જીવનનો અર્થ શોધવાની દિશામાં જે લોકો સતત પ્રયત્નશીલ રહે છે, તે લોકો અંતે તો તે શોધી જ કાઢે છે.
(૧૦) એકવાર જીવનને ઊંડી અસર પહોંચાડી ગયેલી વસ્તુ હંમેશાં અસર પહોંચાડતી રહે છે.
(૧૧) પ્રૌઢ વ્યક્તિને તેના દરેક કાર્યો માટે લગભગ દરેક વ્યક્તિ તરફથી પ્રેમ અને સંમતિ મળવી જાઇએ.
(૧ર) કેટલીક વ્યક્તિઓનો ઘરસંસાર જ એવો હોય છે કે, તેમાં સુખી થવું લગભગ અશક્ય છે.
(૧૩) નાના ગામમાં કેટલીક વ્યક્તિઓ એટલે સુખી નથી કે તેમને જાઇતી કેટલીક વસ્તુઓ ત્યાં મળતી નથી.
(૧૪) દરેક ભૂલ માટે પોતાની જાતને સજા કરવાથી ભવિષ્યમાં ભૂલો થતી અટકાવી શકાય.
(૧પ) વ્યક્તિ જે રીતે ઇચ્છતી હોય તે પ્રમાણે વસ્તુ ના હોય તો તે મોટી સમસ્યા છે.
(૧૬) આપણા દેશમાં જાતિવાદ એ ગંભીર સમસ્યા છે, અને આ સમસ્યાનો કોઇ ઉકેલ જડયો નથી, એ ખતરનાક છે.
(૧૭) આપણા દેશનું રાજકારણ અવ્યવસ્થિત છે. આપણાં નેતાઓએ પોતે જીવે છે, તે કરતાં વધુ પ્રામાણિક જીવન જીવવું જાઇએ.
(૧૮) આ વિશ્વમાં ઘણી વ્યક્તિઓ એવી છે, કે જેમને ખરેખર ખરાબ કે સડેલી વૃત્તિવાળી કહી શકાય.
(૧૯) બીજી લોકો તમારા માટે શું વિચારે છે તે સૌથી મહત્વની વાત છે.
(ર૦) પોતે અન્ય વ્યક્તિઓને ન ગમતા હોય તો પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરવો જાઇએ.
(ર૧) બીજા લોકોની ભૂલો અને મૂર્ખાઇને કારણે અપસેટ થઇ જવું એ સામાન્ય છે.
(રર) પ્રેમ અને સફળતા એ મનુષ્યની બે પાયાની જરૂરિયાત છે.
(ર૩) હતાશા, ગુસ્સો કે ગુનાહિત ભાવના અનુભવાતી હોય ત્યારે પોતાની જાતને મદદ કરવી અઘરી છે.
(ર૪) મનુષ્યની સમસ્યાનો સાચો, પ્રમાણિત અને યોગ્ય ઉકેલ હોય જ છે. પરંતુ, જ્યારે આ યોગ્ય ઉકેલ મળતો નથી ત્યારે ગંભીર હાલત સર્જાય છે.
(રપ) કંઇક મેળવવું અને સફળતા પામવી એ જીવનનો મુખ્ય ધ્યેય અને ઉદ્દેશ છે.
(ર૬) વ્યક્તિ જે ખરેખર કરવા માગતો હોય તેમાં નિષ્ફળતા ખૂબ દુઃખદ છે.
(ર૭) એક વખતનો નબળો અને નિઃસહાય વ્યક્તિ હંમેશાં એ જ દશામાં રહેવો જાઇએ.
(ર૮) કેટલીક રીત – રસમો દરેકે સ્વીકારવી જાઇએ. કારણ કે તેને સ્વીકારવાનું મા – બાપ કે સમાજે શીખવ્યું છે.
(ર૯) સમાજમાં જાતીયતા જેટલી ફેલાયેલી છે અને બિભત્સ છે, તે જાતા એમ કહી શકાય કે તેની સાથે સંકળાયેલી કોઇપણ સ્ત્રોખરેખર સુખી નહી હોય.
(૩૦) દરેક ભૂલો અને ખોટા કામો માટે વ્યક્તિએ પોતાની જાતને જ દોષ આપવો જાઇએ.
મૂલ્યાંકન
હવે આ રીતે મૂલ્યાંકન કરો.
ત્રીસ ત્રીસ પ્રશ્નોને તમે આપેલા ગુણોનો સરવાળો કરો. આ સરવાળો ૩૦ અને ૧૮૦ની વચ્ચે આવશે. એ આવેલ સરવાળાને ત્રીસ વડે ભાગો, આમ, કરવાથી આપને આપના ગુણની સરેરાશ પ્રાપ્ત થશે. જે ૧ અને ૬ ની વચ્ચે હશે, સામાન્ય રીતે જે વ્યક્તિઓ ૩ કે તેનાથી ઓછી સરેરાશ ધરાવે છે, તેમની મનની સ્થિતિ નોર્મલ કહી શકાય. જે વ્યક્તિની સરેરાશ ૪ કે તેથી વધુ છે તે ડીપ્રેશનથી પિડાતા હોવાનું શક્ય છે અને આ માટે એમણે સારવાર લેવી જરૂરી છે. જ્યારે ૩ થી ૪ ની વચ્ચેની સરેરાશ ધરાવનાર ડીપ્રેશન વલણ અર્થાત્‌ ડીપ્રેસિવ ટેન્ડસી ધરાવે છે.
ઝબકારો ઃ
“લોકો કહે છે પાડોશીને પ્રેમ કરો, હું કહું છું, પાડોશીને પ્રેમ કરીશું તો ખરેખર એ લોકો સહન કરી શકશે ખરાં…!..?”
ડિપ્રેશન ગયું ને એમ તારે…!