અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, આજે ઈરાનમાં એક જારદાર ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. એવી આશંકા છે કે આ ભૂકંપ પાછળ પરમાણુ પરીક્ષણ હોઈ શકે છે. ચાલી રહેલા યુએસ-ઈરાન યુદ્ધ વચ્ચે, હવે નવી વૈશ્વિક પરમાણુ સ્પર્ધાની શક્્યતા છે. આનું કારણ એ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ જાહેરાત કરી છે કે તેમનો દેશ પરમાણુ બોમ્બ વિકસાવશે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પરમાણુ બોમ્બ અંગે એક મોટી જાહેરાત કરી છે. મેક્રોને જાહેરાત કરી છે કે ફ્રાન્સ તેના પરમાણુ શસ્ત્રો ની સંખ્યામાં વધારો કરશે. મેક્રોને જણાવ્યું છે કે ફ્રાન્સ ફરી એકવાર પરમાણુ બોમ્બ વિકસાવશે અને તેના પરમાણુ બોમ્બ કાફલાનો વિસ્તાર કરશે. મેક્રોને વધુમાં જણાવ્યું હતું કે ફ્રાન્સ પરમાણુ બોમ્બની સંખ્યા જાહેર કરશે નહીં. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ૨૮ વર્ષ પછી ફ્રાન્સ આવું કેમ કરવા જઈ રહ્યું છે? ફ્રાન્સને વધુ પરમાણુ બોમ્બની જરૂર કેમ લાગે છે?
ઇમેન્યુઅલ મેક્રોને સોમવારે કહ્યું હતું કે ફ્રાન્સ, તેની નવી પરમાણુ નીતિ હેઠળ, યુરોપની સ્વતંત્રતાને વધુ મજબૂત બનાવવા માટે સાથી દેશોને તેના પરમાણુ હથિયારોથી સજ્જ વિમાનોને અસ્થાયી રૂપે તૈનાત કરવાની મંજૂરી આપશે. જા કે, મેક્રોને સ્પષ્ટ કર્યું હતું કે ફ્રાન્સ પરમાણુ શસત્રો ના ઉપયોગ અંગે નિર્ણય લેવા માટે અન્ય કોઈ દેશ સાથે ભાગીદારી કરશે નહીં.
ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે ફ્રાન્સે બ્રિટન, જર્મની, પોલેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ, ગ્રીસ, સ્વીડન અને ડેનમાર્ક સાથે આવા કરારો અંગે વાટાઘાટો શરૂ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફ્રાન્સ તેના પરમાણુ શસ્ત્રો ના ભંડારમાં વધારો કરશે. અહેવાલો અનુસાર, ફ્રાન્સ પાસે હાલમાં ૩૦૦ થી ઓછા પરમાણુ શસ્ત્રો છે. મેક્રોને આ વધારા માટે ચોક્કસ સંખ્યાનો ઉલ્લેખ કર્યો નથી.







































