પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ હવે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાની માગ ખુદ ભાજપમાં ઉઠી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ મેનકા ગાંધીએ આ માગ ઉઠાવી છે. પોતાના મતવિસ્તાર સુલતાનપુરની ચાર દિવસની મુલાકાતે આવેલા ભાજપ સાંસદ મેનકા ગાંધીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવો જાઈએ જેથી કરીને લોકોને રાહત મળે.
મેનકા ગાંધીએ જણાવ્યું કે આપણે ચૂંટણી જીતવાની છે. આપણી પાસે પહેલા પણ લાખો સભ્યો હતા અને તેમ છતાં પણ જિલ્લા પરિષદમાં એક પણ બેઠક આવી નથી. જા ફક્ત આપણા ભાજપના હોદ્દેદારોએ જ મત આપ્યા હોત તો પણ આપણી જીત થઈ હોત. જા બૂથ પ્રમુખ, તેમના પરિવાર અને તેમના સગાસંબંધીઓએ વોટ આપ્યા હોત તો પણ આપણી જીત થઈ હોત.
મેનકા ગાંધીનું આ નિવેદન કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના ત્રણ દિવસ બાદ આવ્યું છે. કેન્દ્ર સરકાર તેમની આ માગ પર વિચાર કરી શકે છે.