ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તે જ સમયે, હિઝબુલ્લાહ સાથે પણ તણાવ છે. આવી સ્થીતિમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હવે જાહેરાત કરી છે કે તેઓ યુદ્ધના લક્ષ્યોને વિસ્તારશે. આમાં હમાસના સાથી હિઝબુલ્લાહ દ્વારા સીમાપારથી થયેલા ગોળીબારને કારણે તેમના જીવન માટે ભાગી ગયેલા ઉત્તરીય પ્રદેશના રહેવાસીઓની પરત ફરવાનો પણ સમાવેશ થાય છે.
“રાજકીય-સુરક્ષા કેબિનેટે આજે સાંજે યુદ્ધના ધ્યેયોને વિસ્તરણ કરીને ઘણી બાબતોનો સમાવેશ કર્યો છે, જેમ કે ઉત્તરના રહેવાસીઓને તેમના ઘરે સુરક્ષિત રીતે પાછા લાવવા,” વડા પ્રધાન કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે ૭ ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલામાં ૧,૨૦૫ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૨૫૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાંથી ૯૭ હજુ પણ ગાઝામાં છે, જ્યારે ૩૩ બંધકોના મોત થયા છે. ઇઝરાયેલ પર હુમલો કરનાર હમાસ જૂથનું નેતૃત્વ યાહ્યા સિનવારે કર્યું હતું. આ પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરી, જે હજુ પણ ચાલુ છે.
હમાસ સંચાલિત પ્રદેશમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં ઇઝરાયેલના જવાબી હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦,૯૭૨ લોકો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયનું કહેવું છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.
આ હુમલાઓથી, ઇઝરાયેલ અને ઇરાન સમર્થિત લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લા વચ્ચે પણ તણાવ વધ્યો છે. દરરોજ હુમલાની આપ-લે થઈ રહી છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે આ ઓપરેશન તેના પેલેÂસ્ટનિયન સહયોગીના સમર્થનમાં છે.
હિઝબુલ્લાહ લડવૈયાઓ કહે છે કે જા ગાઝામાં યુદ્ધવિરામ થશે તો તેઓ પીછેહઠ કરશે. જ્યારે ઇઝરાયેલ ભારપૂર્વક કહે છે કે તે આતંકવાદીઓને લેબનોનની દક્ષિણે સરહદી વિસ્તારમાં રહેવાની મંજૂરી આપી શકે નહીં. હુમલાઓને કારણે બંને પક્ષોના હજારો લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે.ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે યુએસ રાજદૂતને જણાવ્યું હતું કે ઉત્તરમાં લોકો તેમના ઘરે પાછા ફરે તેની ખાતરી કરવા માટે લશ્કરી કાર્યવાહી એ એકમાત્ર રસ્તો છે.