આદિ શંકરાચાર્ય જયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના યોગદાનને યાદ કર્યા. તેમણે કહ્યું કે આદિ શંકરાચાર્ય ભારતના મહાન આધ્યાત્તિમ્ક ગુરુઓમાંના એક હતા, જેમના જ્ઞાન અને ઉપદેશો આપણને સત્ય, કરુણા અને સામૂહિક કલ્યાણના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ, એકસ પર એક ફોટો પોસ્ટ કરીને કહ્યું, “આદિ ગુરુ શંકરાચાર્યના ગહન ઉપદેશો, વિચારો અને અદ્વૈત વેદાંતના દર્શન વિશ્વભરના અસંખ્ય લોકોને માર્ગદર્શન આપતા રહે છે. તેમણે સંવાદિતા, શિસ્ત અને તમામ અસ્તત્વની એકતા પર ભાર મુક્યો હતો. દેશભરમાં આધ્યાત્તિમ્ક વિચારને ફરીથી જાગૃત કરવા અને આધ્યાત્તિમ્ક કેન્દ્રો બનાવવાના તેમના પ્રયાસો હંમેશા પ્રેરણારૂપ રહેશે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું, “આદિ ગુરુ શંકરાચાર્યનું જ્ઞાન અને ઉપદેશો આપણા માર્ગને પ્રકાશિત કરતા રહે અને સત્ય, કરુણા અને સામૂહિક કલ્યાણ માટેના આપણા સંકલ્પને મજબૂત બનાવતા રહે.” મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડા. મોહન યાદવે પણ આદિ ગુરુ શંકરાચાર્ય જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમના ઉપદેશોને યાદ કર્યા. તેમણે સોશિયલ મીડિયા ઠ પર પોસ્ટ કરીને કહ્યું, “હું અદ્વૈત વેદાંતના સ્થાપક, સાંસ્કૃતિક એકતાના શિલ્પી, મહાન દાર્શનિક અને સર્જક, જગદગુરુ આદિ શંકરાચાર્યજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે ભારતની ચારેય દિશામાં પવિત્ર મઠો સ્થાપિત કરીને સનાતન ધર્મને પુનર્જીવિત કર્યો. તેમણે જ્ઞાન, તર્ક અને ભક્તિની ત્રિવેણીને પ્રવાહિત કરીને રાષ્ટમાં એક નવી ચેતનાનો સંચાર કર્યો. તેમનું સમગ્ર જીવન આપણને જન કલ્યાણ અને સત્ય માટે સમર્પિત રહેવા માટે પ્રેરણા આપતું રહેશે.”
આ પ્રસંગે મહારાષ્ટના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આદિ શંકરાચાર્યને યાદ કર્યા. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એકસ પર એક ફોટો પોસ્ટ કરતા તેમણે લખ્યું, “મહાન આધ્યાત્તિમ્ક ગુરુ અને દાર્શનિક, જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યને તેમની જન્મજયંતિ પર મારા વંદન!”








































