(એ.આર.એલ),નર્મદા,તા.૯
આદિવાસી યુવાનોની હત્યાની ઘટનામાં આપવામાં આવેલા બંધના એલાનને સમર્થન આપતા ગરુડેશ્વર અને કેવડિયા સજ્જડ બંધ. યુવાનોની હત્યા મામલે અપાયેલ બંધનું એલાન સફળ રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ૨૫૦ કરોડના ખર્ચે ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બે દિવસ અગાવ એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનો ને પકડી આખી રાત ગોંધી રાખી સળિયા અને પાઇપો વડે ઢોળ માર મારવામાં આવ્યો હતો આ ઘટનામાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત થતા આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યું છેઘટનાની જાણ થતા જ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અન્ય સનગઠનો સ્થળ પર ઉમટી પડ્યા હતા અને દોષીતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી સાથે જ કેવડિયા અને ગરુડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધ ના એલાન ને સમર્થન આપતા આજ રોજ કેવડિયા અને ગરુડેશ્વર ની તમામ દુકાનો સજ્જડ બંધ જાવા મળી રહી છે દુકાનદારો સ્વૈચ્છક રીતે દુકાનો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.