સાવરકુંડલાના આદસંગ ગામે રહેતી એક સગીરાને વલ્લભીપુર તાલુકાના ચમારડીનો એક યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આ અંગે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જે મુજબ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડીમાં મફતપરામાં રામાપીરના મંદિર પાસે રહેતો અંકિત ઉર્ફે અનકો જીતુભાઇ મેર તેમની દીકરીને તા.૦૩/૧૨/૨૦૨૧ ના રાત્રીના સાડા અગિયાર વાગ્યાથી તા.૦૪/૧૨/૨૦૨૧ ના વહેલી સવારના ત્રણેક વાગ્યા દરમિયાન તેમના વાલીપણામાંથી લગ્ન કરવાના ઈરાદે લલચાવી, ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વી.બી.દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.