આણંદના પેટલાદ તાલુકાના વડદલા ખાતે યોજાયેલ
ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી આત્મનિર્ભર બનવાની સાથે વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવાનો અનુરોધ કર્યો હતો. આઝાદીના
અમૃત મહોત્સવ અંતર્ગત ૧૮મીથી શરૂ થયેલ રાજ્યવ્યાપી આત્મનિર્ભર ગ્રામ યાત્રાના અંતિમ ચરણના ભાગરૂપે વડદલા ગામે યોજાયેલ સમાપન પ્રસંગે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો માત્ર કાગળ પર ન રહેતા સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું. તેમણે આઝાદી પછી પહેલીવાર ખેડૂતોની સાથે પશુપાલકો અને મત્સ્યપાલન વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું કામ વડાપ્રધાને કર્યું છે ત્યારે ગુજરાત સરકારને પશુપાલન અને મત્સ્યપાલન સાથે જાડાયેલ વ્યÂક્તઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો સજાગ પ્રયાસ કરવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.