ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ, મનિન્દરજીતસિંહ બીટ્ટા, જેમનું હુલામણું નામ એમ.એસ. બીટ્ટા અથવા બીટ્ટાસિંહ છે, તેમણે શનિવારે સાવરકુંડલાની મુલાકાત લીધી હતી. સાવરકુંડલા રેલવે સ્ટેશનથી તેઓ તેમના સુરક્ષા જવાનો સાથે મહુવા-સુરત ટ્રેનમાં અમદાવાદ જવા રવાના થયા હતા. આ મુલાકાત દરમિયાન, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, બિલ્ડર્સ અગ્રણી વિરલભાઈ રાઠોડ, અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્યા, નિવૃત્ત ફૌજી અતુલભાઈ જાની અને ભાજપ અગ્રણી બળવંતભાઈ મહેતા સહિતના મહાનુભાવોએ તેમની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશન પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.







































