રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની નિર્મમ હત્યા બાદ હત્યારાઓના ભાજપ નેતાઓની સાથે કનેકશનની તસવીરો સામે આવ્યા બાદ વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે ભાજપ પર પ્રહારો કર્યા છે.તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં જયાં કયાંય પણ મોટી આતંકી અથવા તો સાંપ્રદાયિક ઘટના બની છે તે તમામ મામલામાં આરોપી કે પછી માસ્ટરમાઇંડના ભાજપ કનેકશન જરૂર નિકળ્યા છે. તેમણે કહ્યું કે ગત કેટલાક વર્ષોમાં લગભગ તમામ મોટા આતંકી,સાંપ્રદાયિક ઘટનાઓમાં આરોપી માસ્ટરમાઇંડનો ભાજપની સાથે જરૂર કોઇને કોઇ સંબંધ રહ્યો છે જો ધટના બિન ભાજપી શાસિત રાજયમાં હોય તો કેન્દ્ર સરકાર તાકિદે હસ્તક્ષેપ કરી પોતાના સેલને તપાસ આપી દે છે આવી ઘટનાઓના લાભાર્થી કોણ છે તમામ જોણે છે.તેજસ્વી યાદવે ટ્‌વીટ કરી ભાજપ પર નિશાન સાંધ્યું છે.
તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે ભાજપ શાસનમાં મોટાભાગે બંધારણીય સંસ્થાન ભાજપના કબજોમાં છે અને ભાજપ અસામાજિક તત્વોને બચાવવા માટે કોઇ પણ હદે જઇ શકે છે.રાજદ નેતાએ એ પણ કહ્યું કે દેશમાં ધૃણા અશાંતિ આતંકવાદ અને અરાજકતા ફેલાવનારા મોટાભાગના અસામાજિક તત્વો પ્રત્યેક્ષ કે અપ્રત્યેક્ષ રીતે આરએસએસ અને ભાજપથી જોડાયેલા હોય છે