પટિયાલા હાઉસ કોર્ટે ૨૬/૧૧ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તેના પરિવાર સાથે ફોન પર વાત કરવાની મંજૂરી આપી છે. રાણાએ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે સોમવારથી ૧૦ દિવસની અંદર રાણાના સ્વાસ્થ્ય અંગે નવો રિપોર્ટ પણ માંગ્યો છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ ચંદર જીત સિંહે રાણાને ફક્ત એક જ વાર આ છૂટ આપી હતી. જજે કહ્યું કે આ કોલ જેલ મેન્યુઅલ અનુસાર થશે અને તિહાર જેલ ઓથોરિટીની દેખરેખ હેઠળ થશે. કોર્ટે જેલ અધિકારીઓને રિપોર્ટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો, જેમાં રાણાને નિયમિત ફોન કોલ કરવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં તે અંગે તેમનો વલણ સ્પષ્ટ કરવામાં આવ્યો.
એવો દાવો કરવામાં આવે છે કે તહવ્વુર રાણાએ ડેવિડ હેડલીને તેની કન્સલ્ટન્સી ફર્મ્સમાં નોકરી પણ આપી હતી. ડેવિડ હેડલી આ ફર્મની મુંબઈ શાખાના કામ માટે મુંબઈ આવ્યો હતો અને અહીં તેણે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હુમલાઓની તૈયારી માટે મુંબઈમાં તાજમહેલ હોટેલ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ જેવા મહત્વપૂર્ણ સ્થળોની રેકી કરી હતી.
તપાસકર્તાઓનું માનવું છે કે તહવ્વુર રાણાએ કન્સલ્ટન્સી ફર્મની આડમાં ડેવિડ હેડલી પાસેથી સમગ્ર રેકીનું કામ કરાવ્યું હતું. ૨૦૦૮માં, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકવાદીઓએ મુંબઈમાં પ્રવેશ કર્યો અને આખા શહેરમાં હુમલો કર્યો. આ બર્બર હુમલાઓમાં છ અમેરિકન નાગરિકો અને કેટલાક યહૂદીઓ સહિત ૧૬૬ લોકો માર્યા ગયા હતા.
એનઆઇએએ અન્ય ભારતીય ગુપ્તચર એજન્સીઓ, દ્ગજીય્ સાથે મળીને સમગ્ર પ્રત્યાર્પણ પ્રક્રિયા હાથ ધરી હતી. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ દ્ગૈંછ દ્વારા શરૂ કરાયેલી ન્યાયિક કાર્યવાહીના આધારે રાણાને યુએસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રાણાની અનેક કાનૂની અપીલો અને યુએસ સુપ્રીમ કોર્ટમાં કટોકટીની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ પ્રત્યાર્પણ શક્ય બન્યું હતું. આ કામ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના ઇન્ટરનેશનલ અફેર્સ ઓફિસ, સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ ઓફ કેલિફોર્નિયા માટે યુએસ એટર્ની ઓફિસ, યુએસ માર્શલ્સ સર્વિસ, એફબીઆઈના નવી દિલ્હી સ્થિત લીગલ એટેચી અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના કાયદા અમલીકરણ માટેના લીગલ સલાહકારના સક્રિય સહયોગથી કરવામાં આવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સતત પ્રયાસોને કારણે ભાગેડુ રાણા માટે પ્રત્યાર્પણ વોરંટ મેળવવામાં આવ્યું. વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદમાં સંડોવાયેલા વ્યક્તિઓને ન્યાયના કઠેડામાં લાવવા માટે ભારત માટે આ એક મહત્વપૂર્ણ પગલું હતું.







































