આણંદ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર છેતરપિંડીમાં સંડોવાયેલી ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિવિધ રાજ્યોના લોકો સાથે છેતરપિંડી કરીને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી ૧૧.૮૦ લાખ રોકડા કબજે કર્યા છે.આ કેસમાં, આણંદના મોગરીના એક યુવકે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના પહેલા, યુવકે દક્ષીશ નથુ પટેલ અને શિવાની ડબગર સાથે મિત્રતા કરી હતી. મિત્રતા થયા પછી, તેઓ વારંવાર આણંદમાં મળતા હતા.
આ દરમિયાન દક્ષીશ અને શિવાનીએ યુવકને કહ્યું હતું કે તેમને બેંક ખાતાની જરૂર છે અને તેઓ તેમના વ્યવસાયમાંથી પૈસા તેના ખાતામાં જમા કરાવશે કારણ કે તેઓને વધારે ઇન્કમ ટેક્સ આવે છે. મિત્રતામા, યુવકે તેમને પોતાનો બેંક ખાતા નંબર આપ્યો. ત્યારબાદ, ૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, દક્ષીશ અને શિવાનીએ યુવાનના બેંક ખાતામાં ૫,૦૦,૦૦૦ જમા કરાવ્યા અને ચેકનો ઉપયોગ કરીને તરત જ ૪,૮૦,૦૦૦ ઉપાડી લીધા.
બીજા દિવસે આજ વસ્તુ તેમને ફરી વાર કરી ૧૫,૫૦,૦૦૦ જમા કરાવવામાં આવ્યા અને તે જ દિવસે ૧૨,૦૦,૦૦૦ ઉપાડી લેવામાં આવ્યા. ૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, બીજા ૫,૦૦,૦૦૦ જમા કરાવવામાં આવ્યા અને તરત જ ઉપાડી લેવામાં આવ્યા. સાઇબર ફ્રોડ માટે કેવમાં આવેલા આ મોટા વ્યવહારોને કારણે, યુવાનનું બેંક ખાતું ફ્રીઝ થઈ ગયું હતું. તે સમયે દક્ષીશ અને શિવાનીએ તેને ખાતરી આપી કે તેઓ ખાતું અનફ્રીઝ કરાવી દેશે.
આ દરમિયાન તાજેતરમાં, દક્ષીશ અને શિવાની ફરીથી આણંદ આવ્યા અને યુવાનનો આઇડીએફસી બેંક ખાતા નંબર મેળવ્યો, જેમાં ૪,૦૦,૦૦૦ જમા કરાવ્યા હતા. આ રકમમાંથી ૩,૫૦,૦૦૦ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ વ્યવહાર અંગે શંકાસ્પદ બનતાં, યુવકે બેંકમાં પૂછપરછ કરી હતી.
તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે જે ખાતામાંથી યુવાનના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે ખાતા સામે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના સાયબર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ હતી. તેથી, યુવકે દક્ષેશ નાથુ પટેલ, શિવાની રાકેશ ડબગર અને તેમના સાથી પ્રફુલ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે, પોલીસે કેસ નોંધીને આરોપી દક્ષેશ નાથુ પટેલ અને શિવાની રાકેશ ડબગરની ધરપકડ કરી હતી. પોલીસે કુલ ૧૧,૮૦,૦૦૦ ની સાયબર છેતરપિંડી સંબંધિત વસ્તુઓ જપ્ત કરી, જેમાં ૩,૫૦,૦૦૦ રોકડા, વિવિધ બેંકોના ૧૦ ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ૧૩ ચેકબુક/પાસબુક, ૬ મોબાઈલ ફોન અને એક ફોર વ્હીલરનો સમાવેશ થાય છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
આપને જણાવી દઈએ આ આરોપીઓએ સાથે મળીને ષડ્યંત્ર રચ્યું હતું અને બેંક ખાતા ખોલાવી લોકોનો વિશ્વાસ મેળવ્યો હતો, આ લોકોએ ઓનલાઈન પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને અને પછી તે પૈસા તેમના સાથીઓને મોકલીને સાયબર છેતરપિંડી આચરી હતી.










































