અમદાવાદઃ અમદાવાદના ઈતિહાસમાં આજે સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. બપોરે ૧.૪૦ કલાકે એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યાની સાથે ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમાં કુલ ૨૪૨ લોકો (ક્રૂ મેમ્બર્સ સહિત) સવાર હતા. જેમાં ૧૬૯ ભારતીયો અને ૬૦થી વધુ વિદેશી નાગરિકો સામેલ છે. આ દુર્ઘટનામાં ૧૭૦થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ કર્યા બાદ મેઘાણી નગરમાં ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં આણંદ જિલ્લાના ૨૦ જેટલા લોકો સવાર થયા હતા, જેના નામ સામે આવ્યા છે.
બોરસદના મંજુલાબેન જગદીશભાઈ
ફાંગણીના નિખીલકુમાર રાજેશકુમાર પટેલ
ચીખોદરાના દુષ્યંત અશોકભાઈ પટેલ
ચીખોદરાનાં નીતાબેન અશોકભાઈ પટેલ
ભરોડાના શશીકાંત રાવજીભાઈ પટેલ
ભરોડાના કોકીલાબેન શશીકાંત પટેલ
કરમસદના ભાવનાબેન બિપીનભાઈ રાણા
સોજિત્રાના નિલકંઠભાઈ ચંદુભાઈ પટેલ
રામનગરના મહેન્દ્રકુમાર મનુભાઈ વાઘેલા
ખંભોળજના આકાશ નીલેશભાઈ પુરોહિત
ઉમરેઠના સલમાબેન રજ્જાકભાઈ વહોરા
કસુંબાડના રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ
ગાના ગામના મોનાલીબેન પટેલ
ગાના ગામના સન્નીભાઈ પટેલ
તારાપુરના પાર્થ કમલેશભાઈ શર્મા
આણંદના હાલાણી બદરૂદ્દીન હસનઅલી
આણંદના હાલાણી મલેકબેન રજબઅલી
આણંદના હાલાણી યાસ્મીન બદરૂદ્દીન
જલસણના હર્શીકાબેન જયંતીભાઈ પટેલ
જલસણના જયંતિ પટેલ વિમાનમાં હતા સવાર
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ એઆઇ૧૭૧ આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે ૧૩.૩૮ વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી ૧૬૯ ભારતીય નાગરિકો, ૫૩ બ્રિટિશ નાગરિકો, ૧ કેનેડિયન નાગરિક અને ૭ પોર્ટુગીઝ નાગરિકો છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે.