આણંદમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના પ્રયાસને પગલે ચકચાર મચી છે. વડોદરામાં સામબહિક બળાત્કારના બનાવની શાહ સુકાઈ નથી ત્યાં આણંદમાં આ પ્રકારનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ છે. નવરાત્રીના ચોથા નોરતે સામૂહિક દુષ્કર્મના પ્રયાસનો બનાવ બન્યો હતો. આ બનાવ ખડીપુરા પ્રાથમિક શાળામાં બન્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં સગીરાને નશો કરાવીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જોકે સગીરાએ શારીરિક અડપલાથતા બુમાબુમ કરી મુકી હતી. સગીરાએ બુમો પાડતા ડરના માર્યા આરોપીઓ ભાગી ગયા હતા. આ અંગે સગીરાએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ સગીરાને સારવાર અને મેડિકલ તપાસ માટે વડોદરા મોકલવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા નવરાત્રીમાં જ વ઼ડોદરાના ભાયલીમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીઓની ધરપકડ કરીને કેસ ઉકેલી નાંખ્યો હતો.બનાવને પગલે ડીવાયએસપી,સીપીઆઇ સહિતની પોલીસ ટીમો તપાસમાં લાગી છે.