સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ આણંદમાંથી એક શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી રૂ.૨,૧૬,૦૦૦નો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે મેફેડ્રોનનો જથ્થો તથા વાહન, રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ રૂ. ૭,૪૧,૩૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં બે આરોપી ફરાર થઈ ગયા હતા જેમની પોલીસ શોધ ચલાવી રહી છે.જીસ્ઝ્રનાં અધિકારીઓનાં અધિકારીઓને માહિતી મળી હતી કે આણંદના વાસદ નેશનલ હાઈવે નંબર-૪૮ પરના વાસદ ટોલ પ્લાઝા પરથી એક શખ્સ નશીલા પદાર્થના જથ્થા સાથે પસાર થવાનો છે. જેને આધારે પોલીસે અહી જાળ બિછાવી હતી. જેમાં પોલીસે વાહનમાં જઈ રહેલા શખ્સને અટકાવીને તપાસ કરતા વાહનમાંથી રૂ.  રૂ.૨,૧૬,૦૦૦ની કિંમતનો ૨૧.૬૦૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યોહતો.પુછપરછમાં આ શખ્સે તેનું નામ નિમ્બાર્ક વૈભવ કિશોરભાઈ તથા તે રાજકોટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે અન્ય બે શખ્સોના નામ પોલીસને જણાવ્યા હતા. જેમના નામ હાર્દિક ઉર્ફે હેરી રાઠોડ અને મોહમ્મદ ઉર્વેશ સાકીર અહેમદ ગનતીવાલા હોવાનું કહ્યું હતું. જેને આધારે પોલીસે આ બન્ને શખ્સોની શોધ હાથ ધરી છે.