ગુજરાતીઓને ડોલર કમાવીને આપતી અમેરિકાની ધરતી હવે જીવલેણ બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુ એક ગુજરાતીએ અમેરિકામાં જીવ ગુમાવ્યો છે. આણંદની પાટીદાર મહિલાની અમેરિકાના સ્ટોરમાં હત્યા કરવામાં આવી છે.
બોરસદના સિંગલાવ ગામની મહિલાની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. અમેરિકા વેસ્ટ સાઉથ ખાતેના સ્ટોર ખાતે આ ઘટના બની હતી. જેમાં કિરણબેન પટેલ નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. સ્ટોર પર આવી ચઢેલા બુકાનીધારીએ કિરણબેનને ગોળીથી વીંઝી નાંખ્યા હતા. કિરણબેન પટેલ છેલ્લાં ૨૩ વર્ષથી પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા.
કિરનબેનના લગ્ન પેટલાદ તાલુકાના આશી ગામે થયા હતા. લગ્ન બાદ તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. સાઉથ કેરોલીના યુનિયન કાઉન્ટીમાં ગેસ સ્ટેશન કમ સ્ટોર પર આ ઘટના બની હતી. ૧૬ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૦ વાગે કિરણબેન સ્ટોર પર કામ કરી રહ્યા હતા, ત્યારે કારમાં આવેલા બુકાનીધારીએ તેમને બંદૂક બતાવી હતી. જેના બાદ કિરણબેન જીવ બચાવવા સ્ટોરની બહાર ભાગ્યા હતા. પરંતું બુકાનીધારી લૂંટારાએ પીછો કરી ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં કિરણબેનનું ગોળી લાગતા મોત નિપજ્યું છે.
વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. તેમાં પણ અમેરિકાની ધરતી તો પહેલાથી જ ગુજરાતીઓ માટે અસલામત રહી છે. આવામાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં નિર્દયી રીતે હત્યા કરવામાં આવી છે. હેમંત મિસ્ત્રીના મોતથી સ્થાનિક ગુજરાતીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય એન્જીનિયરને પોલીસે ગોળી મારી દીધી છે. મોહમ્મદ નિઝામુદ્દીન નામના આ વ્યક્તિનો પોતાના રૂમમેટ સાથે કથિત વિવાદ થઈ ગયો હતો. તેલંગણાના નિઝામુદ્દીનના પરિવારે વિદેશ મંત્રાલયને તેનું પાર્થિવ શરીર લાવવા માટે વિનંતી કરી છે. ગોળી મારવામાં આવે તે પહેલાં, નિઝામુદ્દીને જાહેરમાં વંશીય ઉત્પીડન અને નોકરીની મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરી હતી. રિપોર્ટ પ્રમાણે નિઝામુદ્દીનને ચાર ગોળીઓ મારવામાં આવી હતી. સાંતા ક્લારા પોલીસના નિવેદન પ્રમાણે ૯૧૧ પર ચાકૂબાજીને લઈને એક કોલ આવ્યો હતો. જાણકારી મળતા પોલીસના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે કહ્યું કે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો એક વ્યક્તિ ચાકૂ સાથે ઉભો હતો. જ્યારે તેણે પોલીસની વાત ન માની તો ગોળી મારી દેવામાં આવી. નિવેદનમાં તે પણ કહેવામાં આવ્યું કે વ્યક્તિનો રૂમમેટ નીચે પડેલો હતો અને તેને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી. આ ઘટના ૩ સપ્ટેમ્બરની છે.