આણંદના ગામમાં ફરી ડ્રોન દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરેઠ પાસેના બેચરી ગામમાં બે દિવસથી રાત્રિના સમયે ડ્રોન જોવા મળે છે. રાત્રે આકાશમાં ઉડતા ડ્રોનથી ગામમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી બેચરી ગામના આકાશમાં ડ્રોન ઉડતા જોવા મળે છે. આકાશમાં ઉડતા ડ્રોન ને કારણે લોકોની આંખો સતત આકાશ તરફ મંડાયેલી રહે છે.
છેલ્લા બે દિવસથી રાત્રે ૧૦થી સવારે ૪ વાગ્યા સુધી આકાશમાં ડ્રોન ઉડતા જોવા મળે છે. ડ્રોન અંગે બેચરી ગામના લોકોએ પોલીસને જોણ કરી છે. પોલીસનો કાફલો પણ બેચરી ગામ પહોંચ્યો હતો.
નોધનીય છે કે અગાઉ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અરડી ગામની સીમ વિસ્તારમાં શંકાસ્પદ ૬ જેટલા ડ્રોન દેખાયા હતા. સતત બે દિવસથી ૬ જેટલા ડ્રોન દેખાતા અરડીના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત એક શંકાસ્પદ ડ્રોન નીચે પડતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું હતું.
જો કે પાછળથી આ નીચે પડેલા ડ્રોન અંગે તપાસ કરતાં તે ડ્રોન નહીં પરંતુ માત્ર રમકડાંનું હેલિકોપ્ટર હોવાનું જોણવા મળ્યું હતું. તે છતાય સ્થાઈક પોલીસ દ્વારા સમગ્ર મામલે ભાલેજ પોલીસે જપ્ત કરેલું ઉપકરણની ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે અને કોના દ્વારા આ ઉડાડવામાં આવ્યું હતું અને આની પાછળ શું ઉદ્દેશ્ય હતો તે તમામ મુદ્દે ઝીણવપૂર્વક તપાસ હાથ ધરી હતી.