પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ અમરેલી જિલ્લાની નજીક આવેલા આટકોટ ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી રાજકોટ એરપોર્ટ પર પહોચ્યા બાદ હેલિકોપ્ટર મારફત આટકોટ પહોચ્યા હતા ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ હેલિપેડ ખાતે પ્રધાનમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. જિલ્લામાંથી રપ૦૦૦ કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.