ઉત્તરપ્રદેશ મદરેસા બોર્ડના ચેરમેન ડો ઇફતેખાર અહમદે સાંસદ આઝમ ખાન પર સરકારી મદરેસા પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે.અહમદે કહ્યું કે યુપીમાં સપાની સરકારમાં રામપુરની મદરેસા પર કબ્જા કર્યો છે.એવામાં રામપુરથી સાંસદ અને યુપીના પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનની મુશ્કેલી વધી શકે છે ખાન પહેલા જ જેલમાં બંધ છે.આરોપ છે કે આઝમ ખાને પૂર્વવર્તી સપા સરકારમાં રામપુરની એક સરકારી મદરેસા પર કબ્જા કર્યો છે. આઝમ ખાન ફેબ્રુઆરી ૨૦૨૦થી જ સીતાપુર જેલમાં બંધ છે.તેમના પર રામપુરમાં ગેરકાયદેસર કબજો અને નકલી પ્રમાણ પત્ર બનાવવા જેવા અનેક આરોપ લાગ્યા છે.
ડો ઇફતેખાર અહમદનું કહેવું છે કે તે હાલના દિવસોમાં અલગ અલગ જીલ્લામાં જઇ મદરેસાઓની બાબતમાં માહિતી એકત્રિત કરી રહ્યાં છે આ સાથે જ તે મદરેસામાં જઇ તેમનું નિરીક્ષણ કરી રહ્યાં છે અને નીતિગત વિષયો પર પણ
જોણકારી લઇ રહ્યાં છે.અહમદ જોવેદે આઝામ ખાન પર કાર્યવાહી કરવાની વાત કહી છે તેમણે કહ્યું કે આઝમ ખાને રામપુરમાં એક જુની મદરેસા પર કબજો જમાવ્યો છે.મદરેસા બોર્ડના ચેરમેને મેરઠની મદરેસાનું નીરિક્ષણ કરવા પહોંચ્યા.જોની અને ગુદડી બજોરમાં મદરેસાનું નીરીક્ષણ કર્યા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આઝમ ખાન પર કાર્યવાહી કરવાની વાત કહી છે.તેમણે કહ્યું કે રામપુરમાં એક જુની મદરેસાની નીરીક્ષણ કર્યું જેના પર આઝામનો કબજો છે અમે તેમની વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરીશું
તેમણે કહ્યું કે રામપુરમાં એક જુની મદરેસા છે વર્ષ ૧૭૭૪ તેને બનાવવામાં આવી હતી.સમગ્ર પ્રદેશમાં એક માત્ર મદરેસા છે જે સરકારી છે.તે મદરેસાથી વિદેશથી પણ બાળકો અભ્યાસ માટે આવતા હતાં હવે આઝમ ખાને તેમને કન્વર્ટ કરી રામપુર પÂબ્લક સ્કુલ બનાવી દીધી.ત્યારબાદ લીઝ પર લઇ અને મદરેસાને ઉઠાવી બીજી જગ્યાએ બે રૂમોમાં શિફટ કરી દીધી બે રૂમોમાં ૫૩ બાળકો ભણે છે.
તેમણે કહ્યું કે આઝામ સમુદાયના નેતા બને છે અને મદરેસા પર તેમણે આવી રીતે કબજો કરી રાખ્યો છે જે ખુબ તકલીફદાયક છે.આ મામલામાં કાર્યવાહી કરવામાં આવશે અને પુરી તપાસ કરવામાં આવશે આ સાથે જ ફાઇલ કાઢવામાં આવશે અને શું કહાની છે તેની પણ માહિતી લગાવવામાં આવશે.જયારે રાજનાથ સિંહ મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે આ મદરેસાને બનાવવા માટે એક કરોડ રૂપિયા આપ્યા હતાં
તેમણે કહ્યું કે આ મદરેસામાં સ્વ.જોહર અલી શિક્ષક હતાં વિશ્વ વિદ્યાલય પણ તેમના નામ પર બનાવવામાં આવ્યું છએ પરંતુ અમે મદરેસામાં અનિયમિતતાઓને સહન કરીશું નહીં જરૂર પડી તો મામલામાં એફઆઇઆર પણ કરાવીશું