યુપીના પૂર્વ મંત્રી અને સપા નેતા આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટે જોમીન આપી દીધા છે. વક્ફ બોર્ડની મિલકત ખોટી રીતે તેમની યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવાના કેસમાં કોર્ટે ખાનને જોમીન આપ્યા છે. આ નિર્ણય જસ્ટિસ રાહુલ ચતુર્વેદીની સિંગલ બેન્ચે આપ્યો છે. જોકે, જોમીન મળવા છતાં આઝમ ખાન જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં.
આઝમ ખાન ૩ દિવસ પહેલા નવો કેસ નોંધવાને કારણે જેલમાંથી બહાર આવી શકશે નહીં. આઝમ ખાન વિરુદ્ધ ૩ દિવસ પહેલા રામપુરમાં નકલી દસ્તાવેજોની મદદથી ૩ શાળાઓની માન્યતા મેળવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. સીતાપુર જેલમાં આ કેસના વોરંટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓગસ્ટ ૨૦૧૯માં પત્રકાર અલ્લામા જમીર નકવીએ વકફ બોર્ડની જમીન ખોટી રીતે પોતાના પક્ષમાં લેવાના કેસમાં લખનૌમાં કેસ દાખલ કર્યો હતો. બાદમાં આ કેસ રામપુરના અઝીમ નગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આઝમ ખાન વિરુદ્ધ અત્યાર સુધીમાં ૮૮ કેસ નોંધાયા છે. આમાંથી ૮૬ કેસમાં તેને અલગ-અલગ કોર્ટમાંથી જોમીન મળી ચૂક્યા છે. આજના કેસ સહિત ૮૭ કેસમાં આઝમ ખાનને જોમીન મળ્યા છે.