સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને યુપીના પૂર્વ કેબિનેટ મંત્રી મોહમ્મદ આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલો રામપુર મ્યુનિસિપલ કાઉન્સીલના સફાઈ મશીનની ચોરી કરીને જાહેર યુનિવર્સિટીમાં માટીમાં દાટી દેવાનો છે. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે પૂર્વ મંત્રી આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ ઘણા અપરાધિક કેસ નોંધાયેલા છે. તેનો ગુનાહિત ઈતિહાસ છે અને તેને ઘણા કેસમાં સજા પણ થઈ છે. આવી સ્થિરતિમાં, જો જામીન આપવામાં આવે છે, તો તે કેસની સુનાવણીને અસર કરી શકે છે.
ખાન અને તેમના પુત્રએ હાઈકોર્ટના ૨૧ સપ્ટેમ્બરના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. ૨૦૨૨માં ખાન, તેમના પુત્ર અને અન્ય પાંચ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ એવો હતો કે તેણે રોડ ક્લીનિંગ મશીનની ચોરી કરી હતી, જે રામપુર જિલ્લાની મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ખરીદવામાં આવી હતી. એવો પણ આરોપ છે કે આ મશીન બાદમાં ખાનના રામપુર સ્થિરત જૌહર યુનિવર્સિટીમાંથી મળી આવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં સરકાર બદલાયા બાદ વકાર અલી ખાન નામના વ્યક્તિએ ૨૦૨૨માં રામપુર કોતવાલીમાં સાત લોકો વિરુદ્ધ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી. એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ૨૦૧૪માં એક સરકારી રોડ ક્લીનિંગ મશીનની ચોરી કરી હતી.