સીતાપુર જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની અખિલેશ યાદવથી નારાજગીના અહેવાલો વચ્ચે જયાં તેમના સમર્થક સપાથી રાજીનામા આપી રહ્યાં છે ત્યાં કોંગ્રેસ પાર્ટી આઝમ ખાનને પોતાના પાલામાં લાવવા માટે પુરી રીતે બેચેન નજરે આવી રહી છે રમઝાન દરમિયાન કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રમોદ કૃષ્ણમે જયાં સીતાપુર જેલમાં જઇ આઝમ ખાનની તબિયત પુછી અને તેમને ભગવત ગીતા ભેટ કરી હતી ત્યારે પ્રયાગરાજના કોંગ્રેસી નેતા ઇરશાહ ઉલ્લાએ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીના ફોટાની સાછે આઝમ ખાનનું પોસ્ટર જારી કરી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે.
ખાસ વાત એ છે કે જારી કરવામાં આવેલા પોસ્ટરમાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રમોદ કૃષ્ણમની સાથે જ પૂર્વ પ્રદેશ પ્રવકતા બાબા અભય અવસ્થી અને આઝમ ખાનની તસવીર લગાવવામાં આવી છે કોંગ્રેસ નેતા દ્વારા જારી કરવામાં આવેલ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે માનનીય આઝમ ખાન સાહેબ કોંગ્રેસ પાર્ટીમાં આવો તમારૂ સ્વાગત છે કોંગ્રેસ નેતા દ્વારા જારી કરવામાં આવેલા પોસ્ટર બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. કારણ કે તાજેતરમાં પ્રમોદ કૃષ્ણમની આઝમ ખાનથી જેલમાં મુલાકાત અને ત્યારબાદ હવે કોંગ્રેસ નેતાના પોસ્ટર જારી કરવાથી આઝામ ખાનના કોંગ્રેસ પાર્ટીમાં જવાના સંકેતોને બળ મળી રહ્યું છે.
પોસ્ટર જારી કરનાર કોંગ્રેસી નેતા ઇરશાદ ઉલ્લાએ કહ્યું કે સમાજવાદી પાર્ટીએ મુસલમાનોની સાથે ન્યાય કર્યો નથી ખાસ કરીને આઝમ ખાનના મામલામાં સપા કયાંય પણ તેમની સાથે નજરે પડી નથી તેમના ખરાબ સમયમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સાથ આપ્યો નહીં કોંગ્રેસ નેતાએ કહ્યું કે આઝમ ખાનના કારણે જ પ્રદેશભરના મુસલમાનોની મોટી જમાત સપા પાર્ટીની સાથે છે પરંતુ સપા અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમ ખાન અને મુસલમાનોની સાથે કયાં પણ ઉભેલા નજરે પડયા નથી કોંગ્રેસ નેતાએ કહ્યું કે આવી સ્થિતિમાં આઝમ ખાનની સાથે જ પ્રદેશભરના મુસલમાનોને હવે એ સમજવું જાઇએ કે મુસલમાનોની યોગ્ય જગ્યા કોંગ્રેસ પાર્ટીમાં જ છે.