સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોની માંગ અને પ્રશ્નો બાબતે અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા લીલીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની ઉપસ્થિતિમાં ખેડૂતના વિવિધ પ્રાણ પ્રશ્નોના ન્યાય માટે સાવરકુંડલા ખાતે પ્રાંત અધિકારીને તારીખ ૦૬ના રોજ બપોરના ૨ઃ૩૦ કલાકે આવેદનપત્ર પાઠવામાં આવશે. જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહેશે. સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય તથા ખેડૂતોને ખેતી માટેની કેન્દ્રના બજેટની જાહેરાત મુજબ રૂપિયા પાંચ લાખ ઝીરો ટકાના વ્યાજથી નહિ આપી અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોને સીઝન દરમ્યાન ખાતર નહી મળવા જેવા વિવિધ પ્રશ્નોને વાચા આપવવા માટે સાવરકુંડલા ખાતે સરકારને પ્રાંત અધિકારી સાવરકુંડલા મારફત આવેદનપત્ર આપવામાં આવશે. આ સમયે ખેડૂતો કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી અને સુત્રોચ્ચાર કરીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપશે.








































